પાકિસ્તાની ટીમની જર્સીની તેના જ દેશવાસીએ ઉડાવી મજાક, દિગ્ગજ બોલર બોલ્યો – ફળની દુકાન છે કે?

Pakistan cricket Team jersey : ટી20 ક્રિકેટ વર્લ્ડ કપને હવે ગણતરીની દિવસો બાકી છે. ત્યારે ઘણા દેશની ટીમ તેના માટે પોતાના ટીમની જર્સી લોન્ચ કરી રહી છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમ દ્વારા આ અઠવાડિયામાં 2 નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે. જેની સોશિયલ મીડિયા પર મજાક ઉડાવવામાં આવી રહી છે.

Sep 21, 2022 | 10:35 PM
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Sep 21, 2022 | 10:35 PM

એશિયા કપમાં પોતાના પ્રદર્શનને કારણે પાકિસ્તાનની ટીમ છેલ્લા કેટલાક દિવસથી ટ્રોલ થઈ રહી છે. ઈંગ્લેન્ડની ટીમ વિરુધ્ધ પણ પાકિસ્તાનની ટીમ ખરાબ પ્રદર્શન કરી રહી છે. ટીમના પ્રદર્શનની સાથે સાથે હાલ તેની નવી જર્સીની પણ મજાક ઉડાવવામાં આવી રહી છે.

1 / 5
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ટી20 વર્લ્ડ કપ માટે 2 જર્સી લોન્ચ કરવામાં આવી છે. તે બન્નેની ડિઝાઈન એક જેવી હતી, ફક્ત રંગ અલગ હતા. તેની ડિઝાઈનને લઈને હાલ તેઓ ટ્રોલ થઈ રહ્યા છે.

2 / 5
પાકિસ્તાનના દિગ્ગજ સ્પિનર દાનિશ કનેરિયા એ પણ ટીમની નવી જર્સીની મજાક ઉડાવતા કહ્યુ છે કે, આ તો તરબૂચ જેવા અન્ય ફળોની દુકાન જેવું લાગે છે. તેણે યુટયૂબ વીડિયો પર કહ્યુ છે કે, તેનો રંગ લીલો હોવો જોઈતો હતો.

3 / 5
પૂર્વ દિગ્ગજ સ્પિનર દાનિશ કનેરિયાએ તે વીડિયોમાં કહ્યું કે, આ જર્સી તરબૂચ જેવી લાગે છે. ફ્રુટ નિન્જા નામની એક ગેમ છે, જેમાં તરબૂચ કાપવાનું હોય છે. તેના જેવો જ સમાન રંગ છે. તેઓએ ઘેરા લીલા રંગનો ઉપયોગ કરવો જોઈએ. એવું લાગે છે કે તમે ફળોની દુકાન પર ઉભા છો !

4 / 5
પૂર્વ દિગ્ગજ સ્પિનર દાનિશ કનેરિયાએ ભારતીય ટીમની નવી જર્સી વિશે પણ કોમેન્ટ કરી હતી. તેણે આછા વાદળી રંગને યોગ્ય નથી માન્યો. કનેરિયાના મતે, ભારતીય જર્સી પણ ઘેરા વાદળી રંગની હોવી જોઈએ, જે તાકાતનો અહેસાસ કરાવે છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati