ફુટબોલ ચાહકો માટે ગુડન્યુઝ, લિયોનેલ મેસ્સી 14 વર્ષ પછી ભારત આવશે, અમદાવાદની લેશે મુલાકાત
આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સીનો ભારતમાં પણ મોટો ચાહક વર્ગ છે અને તે યુવા ફૂટબોલરો માટે કોઈ રોલ મોડેલથી ઓછો નથી. હવે ભારતીય ચાહકો માટે એક મોટા સમાચાર આવ્યા છે. મેસ્સીની ભારત મુલાકાત કન્ફર્મ થઈ ગઈ છે.

આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સીના ચાહકો આખી દુનિયામાં છે. ભારતમાં પણ તેના લાખો ચાહકો છે. જો તમે પણ મેસ્સીના ચાહક છો. તો તમારા માટે એક ગુડ ન્યુઝ છે. આર્જેન્ટિનાનો સ્ટાર ફુટબોલર લિયોનેલ મેસ્સી આ વર્ષે ડિસેમ્બરમાં ભારતના પ્રવાસે આવશે.

આ દરમિયાન તે અનેક શહેરોની મુલાકાત લેશે. ફુટબોલર મેસ્સીના ભારત પ્રવાસની જાહેરાત થઈ ચૂકી છે. મેસ્સી 12 ડિસેમ્બર થી કોલકત્તામાં પોતાના 3 શહેરના પ્રવાસની શરુઆત કરશે. પીટીઆઈના રિપોર્ટ મુજબ લિયોનેલ મેસ્સીનો ભારત પ્રવાસ ‘GOAT Tour of India 2025’ નામથી શરુ થશે. જેની શરુઆત કોલકત્તાથી થશે.

ત્યારબાદ અમદાવાદ,મુંબઈ અને નવી દિલ્હીનો પ્રવાસ કરશે. આ પ્રવાસ 15 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવાસ પર મુલાકાત સાથે પૂર્ણ થશે. આ પહેલા મેસ્સી વર્ષ 2011માં ભારત આવ્યો હતો.

હવે તે 14 વર્ષ બાદ ભારત આવી રહ્યો છે. મેસ્સી 28 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર વચ્ચે ગમે ત્યારે તેમના ભારત પ્રવાસની સંપૂર્ણ વિગતો અને ટૂંકો પરિચય સત્તાવાર પોસ્ટર સાથે જાહેર કરશે.

તે આર્જેન્ટિના માટે ફિફા ફ્રેન્ડલી મેચમાં પણ ભાગ લેશે. 6 જૂનના રોજ, કેરળના રમતગમત મંત્રીએ પુષ્ટિ આપી હતી કે લિયોનેલ મેસ્સીના નેતૃત્વ હેઠળની આર્જેન્ટિના ફૂટબોલ ટીમ ઓક્ટોબર અથવા નવેમ્બરમાં એક ઈકોફ્રેન્ડલી મેચ રમવા માટે કેરળની મુલાકાત લેશે.

આ મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાશે. કેરળ સરકારને આ અંગે જાણ કરવામાં આવી છે.અહેવાલો અનુસાર, મેસ્સી રોહિત શર્મા અને વિરાટ કોહલી આ 2 દિગ્ગજો સાથે ક્રિકેટ મેચ રમશે. આ મેચ વાનખેડે સ્ટેડિયમ ખાતે યોજાશે.
Lionel Messi India Tour: PM મોદીને મળશે મેસ્સી, અમદાવાદ પણ આવશે, જાણો ભારત પ્રવાસનું શેડ્યૂલ અહી ક્લિક કરો
