Farhan Akhtar Marriage: આ કારણે શિબાની દાંડેકરે ફરહાન અખ્તર સાથે કર્યા લગ્ન, જાણીને તમને પણ હસવુ આવશે
ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.પરંતુ શું તમે જાણો છો કે શિવાનીએ ફરહાન સાથે લગ્ન કરવાનો નિર્ણય કેમ કર્યો હતો ?


ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે લાંબા રિલેશનશિપ બાદ ફેબ્રુઆરીમાં લગ્ન કર્યા હતા. લગ્નમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ સામેલ થયા હતા. જો કે, જ્યારે બંનેએ લગ્નની તસવીરો શેર કરી ત્યારે તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

તમને જણાવી દઈએ કે, ફરહાન અને શિબાની ઘણા સમયથી લિવ-ઈન રિલેશનશિપમાં હતા. બંને અવારનવાર એકબીજા સાથે રોમેન્ટિક ફોટો શેર કરતા જોવા મળતા હતા.

પરંતુ શું તમે જાણો છો કે શિબાનીએ ફરહાન સાથે લગ્ન કરવાનો નિર્ણય કેમ લીધો ? શિબાનીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ વાતનો ખુલાસો કર્યો છે.

તમને જણાવી દઈએ કે,મહિલા દિવસ નિમિતે ફરાહ ખાને પોતાની નજીકની તમામ મહિલાઓ માટે એક ખાસ પોસ્ટ કરી હતી. આ દરમિયાન શિબાની દાંડેકર સાથેનો ફોટો શેર કરતા ફરાહે લખ્યું, ભાભી શિબાની દાંડેકર. આ ફોટો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતા શિબાનીએ લખ્યું,love You So Much. ફરહાન સાથે મેં એટલા માટે લગ્ન કર્યા કે જેથી હું તમારી ભાભી બની શકુ.....

ફરહાન અને શિબાનીના લગ્ન વિશે તમને જણાવી દઈએ કે, બંનેએ ક્રિશ્ચિયન રીત-રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા.

































































