મોટી કમાણીની તક, 385 રૂપિયા પર જશે આ Telecom Stock, 3 મહિનામાં આપશે તગડું રિટર્ન, એક્સપર્ટે કહ્યું ખરીદી લો

Indus Towers Ltd Share Price : વોડાફોન દ્વારા હિસ્સાના વેચાણને કારણે આ અઠવાડિયે Indus Towers Ltdના શેર સમાચારમાં હતા. બ્રોકરેજે તેને આગામી 3 મહિનામાં કમાણીના દૃષ્ટિકોણથી પસંદ કર્યું છે. જાણો લક્ષ્ય કિંમત શું છે.

| Updated on: Jun 24, 2024 | 6:59 AM
ટેલિકોમ કંપનીઓને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓ પૂરી પાડતી કંપની ઈન્ડસ ટાવર આ અઠવાડિયે સમાચારમાં હતી. વોડાફોને કંપનીનો 18% હિસ્સો રૂપિયા 15300 કરોડમાં વેચ્યો હતો. આ અઠવાડિયે આ શેર રૂપિયા 336 પર બંધ થયો. બ્રોકરેજે ટૂંકા ગાળાના પરિપ્રેક્ષ્યમાં આ સ્ટોક ખરીદવાની સલાહ આપી છે. તમને જણાવી દઈએ કે આ શેરે છેલ્લા ત્રણ મહિનામાં 35% રિટર્ન આપ્યું છે.

1 / 6
SBI સિક્યોરિટીઝે ટેકનિકલ આધાર પર ટૂંકા ગાળાના રોકાણકારો માટે ઇન્ડસ ટાવરના શેર પસંદ કર્યા છે. 331.3 થી 338 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ આપવામાં આવે છે. આગામી 3 મહિના માટે 385 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ વર્તમાન સ્તર કરતાં લગભગ 15% વધુ છે. તમને જણાવી દઈએ કે 3 જૂને આ શેરે 370 રૂપિયાની 52 સપ્તાહની ઊંચી સપાટી બનાવી હતી. આ સપ્તાહની ઊંચી કિંમત રૂપિયા 348 અને નીચી રૂપિયા 320 હતી.

2 / 6
Indus Towers Ltd એ ભારતી ઇન્ફ્રાટેલ અને ઇન્ડસ ટાવરની મર્જ થયેલી એન્ટિટી છે. આ દેશની સૌથી મોટી ટેલિકોમ ટાવર કંપની છે. 31 માર્ચ, 2024 સુધીમાં, તે 219736 ટાવરનું સંચાલન કરે છે. તે 22 ટેલિકોમ સર્કલમાં તેની સેવા પૂરી પાડે છે. આ ટાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ભૌતિક આધાર પૂરો પાડે છે.

3 / 6
દેશમાં સેલ્યુલર સેવાઓ પૂરી પાડતી ત્રણ મોટી કંપનીઓ, રિલાયન્સ જિયો, વોડાફોન આઈડિયા અને એરટેલ તેના ગ્રાહકો છે. 5Gના વિસ્તરણને કારણે આ ક્ષેત્રમાં વૃદ્ધિની અપાર સંભાવનાઓ છે અને ઇન્ડસ ટાવર તેનો સીધો લાભાર્થી છે. વોડાફોન આઈડિયાએ એમ પણ કહ્યું કે તેણે 5G નેટવર્ક ઓફર કરવા સંબંધિત તેની ન્યૂનતમ જવાબદારીઓ પૂરી કરી છે. વોડાફોન આઈડિયાએ વર્ષ 2022માં 17 ટેલિકોમ સર્કલમાં 5G સેવાઓ પ્રદાન કરવા માટે સ્પેક્ટ્રમ હસ્તગત કર્યું હતું.

4 / 6
Indus Towers Ltd ના શેર આ સપ્તાહે રૂપીયા 336ના સ્તરે બંધ થયા છે. 52 સપ્તાહનું સર્વોચ્ચ સ્તર રૂપિયા 370 છે જે તેણે 3 જૂને બનાવ્યું હતું. ઓલ ટાઈમ હાઈ રૂપિયા 500 છે. સ્ટોક આ સપ્તાહમાં 1.5 ટકા, બે સપ્તાહમાં 3.3 ટકા અને એક મહિનામાં 1 ટકા ઘટ્યો છે. તેણે ત્રણ મહિનામાં 35 ટકા, આ વર્ષે અત્યાર સુધીમાં 65 ટકા અને એક વર્ષમાં 100 ટકા રિટર્ન આપ્યું છે.

5 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">