AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market : શેર છે કે કુબેરનો ખજાનો ? બજાર ગબડી રહ્યું છે તેમ છતાંય પૈસાનો વરસાદ થયો; રોકાણકારો 1 કલાકમાં ₹619.01 કરોડ કમાયા !

શેરબજારનો હાલ 'બેહાલ' છે અને એવામાં એક શેર એવો છે કે, જે મંગળવારે રોકાણકારોને માલામાલ કરી ગયો. વાત એમ છે કે, રોકાણકારોએ આ શેરથી 1 કલાકમાં જ ₹619.01 કરોડ કમાઈ લીધા છે. તો ચાલો જાણીએ કે, સ્ટોક માર્કેટમાં મંદીના માહોલ વચ્ચે કયા શેરે રોકાણકારોને માલામાલ કરી દીધા.

| Updated on: Jun 17, 2025 | 4:49 PM
17 જૂને શેરબજારમાં કઈ ખાસ દમખમ જોવા મળ્યો નહોતો અને એવામાં  તનલા પ્લેટફોર્મ્સના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. મંગળવારના રોજ એટલે કે આજે તનલા પ્લેટફોર્મ્સના શેરમાં  7 ટકાથી વધુનો વધારો થયો છે. નોંધનીય છે કે, આ સમય દરમિયાન રોકાણકારોએ 619.01 કરોડ રૂપિયાની કમાણી કરી નાખી છે.

1 / 7
16 જૂન સુધી કંપનીનું માર્કેટ કેપ 8,843 કરોડ રૂપિયા હતું, જે 17 જૂને 9,462 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આ હિસાબે જોવા જઈએ તો, રોકાણકારોની સંપત્તિમાં 619.01 કરોડ રૂપિયાનો વધારો થયો છે.

2 / 7
આ વધારો આજે શરૂઆતના વેપારમાં જ જોવા મળ્યો છે. ટૂંકમાં કહીએ તો, માત્ર એક કલાકમાં જ માર્કેટ કેપમાં આટલો મોટો ફેરફાર થયો છે. જણાવી દઈએ કે, હાલમાં આ શેર તેના એક વર્ષના હાઈથી 37 ટકા નીચે છે.

3 / 7
કંપનીએ સોમવારે એક્સચેન્જને માહિતી આપી હતી કે, બોર્ડે 20 લાખ ઇક્વિટી શેરના બાયબેકને મંજૂરી આપી છે. આ શેર કંપનીની કુલ મૂડીના લગભગ 1.49 ટકા છે. 'બાયબેક કિંમત' પ્રતિ શેર 875 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જે સોમવારના 657.15 રૂપિયાના ક્લોઝિંગ પ્રાઇસથી 33 ટકા પ્રીમિયમ પર છે.

4 / 7
બાયબેક ટેન્ડર ઑફર રૂટ મારફતે થશે, એટલે કે તે તમામ એલિજિબલ શેરધારકો વચ્ચે પ્રોપોર્શનેટના આધારે રહેશે. રેકોર્ડ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. કંપની બાયબેક માટે શેરધારકોની મંજૂરી લેવા ઇ-વોટિંગ અને પોસ્ટલ બેલેટ દ્વારા સ્પેશિયલ રિઝોલ્યુશન લાવશે.

5 / 7
મંગળવારે શરૂઆતમાં શેર 7.6 ટકા ઉછળી રૂ. 707 પર પહોંચી ગયો હતો. છેલ્લા એક મહિનામાં આ શેરે 19 ટકાનું રિટર્ન આપ્યું છે. જો કે, છેલ્લા એક વર્ષમાં તેમાં 30 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તેમ છતાંય, લાંબા ગાળાના નજરે જોવા જઈએ તો છેલ્લાં 5 વર્ષમાં શેરે 856 ટકાનું રિટર્ન આપ્યું છે.

6 / 7
હવે જો બાયબેકના ભૂતકાળના ઇતિહાસ પર નજર કરીએ તો, 2020માં કંપનીએ પ્રતિ શેર રૂ. 1200ના ભાવે રૂ. 154 કરોડનું બાયબેક કર્યું હતું. ત્યારબાદ 2022માં પણ કંપનીએ 170 કરોડ રૂપિયાનું બાયબેક જાહેર કર્યું હતું, જે ફરીથી રૂ. 1200ના જ ભાવે કરવામાં આવ્યું હતું.

7 / 7

(ડિસ્ક્લેમર: TV9 Gujarati કોઈપણ 'સ્ટોક, મ્યુચ્યુઅલ ફંડ કે IPO'માં રોકાણ કરવાની સલાહ આપતું નથી. અહીં ફક્ત સ્ટોક વિશેની માહિતી આપવામાં આવી છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ અવશ્ય લો.)

શેરબજારને લગતી ઘણી માહિતી લોકો જાણવા માંગે છે તે સાથે રોકાણને લઈને પણ અવાર-નવાર અમે આપની સાથે માહિતી શેર કરતા રહીએ છીએ ત્યારે તે માહીતી જાણવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">