Bigg Boss 19: શૈલેષ લોઢા ખોલશે TMKOCના રાઝ ? બિગ બોસમાં આવવા ‘તારક મહેતા’ને મળી ઓફર
સલમાન ખાનનો 'બિગ બોસ 19' આ વખતે પાંચ મહિના સુધી ચાલશે. એટલે કે, તેમાં ભાગ લેનારા સેલિબ્રિટીઓએ ૫ મહિના સુધી બિગ બોસના ઘરમાં બંધ રહેવું પડશે. તાજેતરમાં, નિર્માતાઓએ આ શોમાં જોડાવા માટે 'તારક મહેતા' ફેમ શૈલેષ લોઢાનો સંપર્ક કર્યો છે.

ટેલિવિઝનનો સૌથી મોટો રિયાલિટી શો 'બિગ બોસ' ફરી એકવાર ધમાલ મચાવશે. સુપરસ્ટાર સલમાન ખાન 24 ઓગસ્ટથી 'બિગ બોસ સીઝન 19' સાથે સ્વેગ સાથે ટીવી અને ઓટીટીમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આ શોમાં જોડાવા માટે નિર્માતાઓ દ્વારા ઘણા 'તારક મહેતા..' કલાકારોનો સંપર્ક કરવામાં આવ્યો છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ શો માટે પહેલા બબીતાજી અને સોંઢી આવવાને લઈને ચર્ચા થઈ હતી જે બાદ હવે નિર્માતાઓ દ્વારા શૈલેષ લોઢાનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.

ખરેખર, માહિતી મુજબ, 'બિગ બોસ'ની આ સીઝન પાંચ મહિના ચાલશે, જે અત્યાર સુધીની સૌથી લાંબી સીઝન હશે. 5 મહિનાના કારણે, ઘણી મોટી હસ્તીઓએ તેમાં જોડાવાનો ઇનકાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નિર્માતાઓએ અત્યાર સુધીમાં 45થી વધુ મોટી હસ્તીઓનો સંપર્ક કર્યો છે, પરંતુ મોટાભાગના કલાકારો પાંચ મહિના સુધી બહારની દુનિયાથી દૂર રહેવા તૈયાર નથી, જેના કારણે શોની કાસ્ટિંગ હજુ સુધી ફાઇનલ થઈ નથી.

દરમિયાન, બે એવા નામો જાહેર થયા છે જેમનો શો માટે સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમના ચાહકો આ સમાચારથી ખૂબ જ ઉત્સાહિત છે. ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં તારક મહેતાનું પાત્ર ભજવીને દરેક ઘરમાં પ્રખ્યાત થયેલા અભિનેતા અને કવિ શૈલેષ લોઢાને બિગ બોસ 19 ઓફર કરવામાં આવી છે. તેમના સિવાય, પ્રખ્યાત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ગેમર પાયલ ધારે એટલે કે 'પાયલ ગેમિંગ'નો પણ શોમાં જોડાવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે.

શૈલેષ લોઢા અને પાયલ ગેમિંગ વિશે વાત કરીએ તો, બંનેને શો માટે ઓફર મળી ગઈ છે પણ હજુ સુધી આ બન્ને માંથી કોઈએ ઓફર સ્વીકારી નથી, પણ ફેન્સ ઈચ્છી રહ્યા છે શૈલેષ લોઢા આ શોમાં જોડાય.

શરૂઆતમાં એવા અહેવાલો હતા કે આ વખતે બિગ બોસમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને લેવામાં આવશે નહીં. પરંતુ જ્યારે પાંચ મહિનાની લાંબી સફરને કારણે ઘણી મોટી હસ્તીઓ શોથી દૂર રહી, ત્યારે નિર્માતાઓએ તેમની રણનીતિ બદલવી પડી છે. હવે તેઓ સ્પર્ધકોની યાદી પૂર્ણ કરવા માટે કન્ટેન્ટ ક્રિએટર્સનો પણ સંપર્ક કરી રહ્યા છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે સલમાન ખાનના શોની આ સીઝનમાં, કલાકારો કરતાં વધુ સોશિયલ મીડિયા પ્રભાવકો સ્પર્ધકો તરીકે જોવા મળશે.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવુડના વધારે ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
