1,50,591 રોકાણકારો વાળી EV ચાર્જર બનાવતી કંપનીની આવકમાં 41 ટકાનો વધારો, જાણો કંપની વિશે

Servotech Power Systems Ltd : ત્રિમાસિક ગાળામાં કંપનીનો કર પછીનો ચોખ્ખો નફો રૂપિયા 4.74 કરોડ હતો, જે ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં રૂપિયા 4.02 કરોડની સરખામણીમાં 18 ટકા વધુ છે.

| Updated on: Jul 31, 2024 | 6:24 PM
સર્વોટેક પાવર સિસ્ટમ્સ, ઇલેક્ટ્રિક વાહન (EV) ચાર્જર્સ, સોલાર સોલ્યુશન્સ અને પાવર-બેકઅપ સોલ્યુશન્સનું ઉત્પાદન કરતી અગ્રણી દિલ્હી સ્થિત કંપનીએ મંગળવારે નાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે તેના પરિણામો જાહેર કર્યા. કંપનીએ જણાવ્યું હતું કે એકીકૃત ધોરણે તેનો કર પછીનો ચોખ્ખો નફો ક્વાર્ટરમાં રૂપિયા 4.48 કરોડ હતો, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂપિયા 4.10 કરોડ હતો. આ વાર્ષિક ધોરણે 9 ટકાનો વધારો દર્શાવે છે.

1 / 6
ક્વાર્ટર દરમિયાન કંપનીની કુલ આવક 41 ટકા વધીને રૂપિયા 112.43 કરોડ થઈ છે. ગયા નાણાકીય વર્ષ (2023-24) ના પહેલા ક્વાર્ટરમાં આ આંકડો 79.81 કરોડ રૂપિયા હતો. FY2025 ના પ્રથમ ત્રણ મહિના માટે EBITDA FY2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂપિયા 7.12 કરોડથી 20 ટકા વધીને રૂપિયા 8.53 કરોડ થયો છે. આ શેર બુધવારે 3.79% વધી 124.00 પર બંધ થયો હતો.

2 / 6
સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં કંપનીનો કર પછીનો ચોખ્ખો નફો રૂપિયા 4.74 કરોડ હતો, જે ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં રૂપિયા 4.02 કરોડની સરખામણીમાં 18 ટકા વધુ છે. સર્વોટેક પાવર સિસ્ટમ્સના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર રમણ ભાટિયાએ જણાવ્યું હતું કે કંપની શ્રેષ્ઠ સંભવિત ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.

3 / 6
રમણ ભાટિયાએ એમ પણ કહ્યું કે, "અમે વેચાણ અને માર્કેટિંગના પ્રયાસો વધારવા માટે કામ કરી રહ્યા છીએ. અમે ભવિષ્ય વિશે ઉત્સાહિત છીએ કારણ કે આ ક્ષેત્ર ઝડપથી વૃદ્ધિ પામવા માટે તૈયાર છે," તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સફિયાબાદ પ્લાન્ટ ટૂંક સમયમાં સંપૂર્ણ રીતે કાર્યરત થશે અને "વધતી માંગને પહોંચી વળવા અમે ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરી શકીશું."

4 / 6
કંપનીના MD એ વધુમાં જણાવ્યું કે "આ પ્લાન્ટ એક મોટી સંપત્તિ બનશે. અમે ઉચ્ચ વૃદ્ધિ હાંસલ કરવા અને બજારમાં અગ્રણી ખેલાડી બનવા માટે પ્રતિબદ્ધ છીએ," તેમણે કહ્યું, સર્વોટેક પાવર સિસ્ટમ્સના શેર NSE પર ટ્રેડિંગ માટે ઉપલબ્ધ છે. મંગળવારે તેનો શેર રૂપિયા 119.60 પર લીલા રંગમાં બંધ થયો હતો. કંપનીનું માર્કેટ કેપ રૂપિયા 2,665 કરોડ છે.

5 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">