AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking : T20 વર્લ્ડ કપ પૂરો થતા જ નવા મુખ્ય કોચની જાહેરાત, 64 સદી ફટકારનાર દિગ્ગ્જને મળી કમાન

T20 વર્લ્ડ કપ 2026 પૂર્ણ થયા બાદ ટીમમાં પરિવર્તનની શરૂઆત થઈ ગઈ છે. T20 વર્લ્ડ કપ 2026 ના કો-હોસ્ટની ટીમમાં કોચની નિવૃત્તિ બાદ હવે નવા કોચની જાહેરાત થઈ ગઈ છે. નવો હેડ કોચ દિગ્ગજ ખેલાડીનું સ્થાન લેશે.

T20 WC Breaking : T20 વર્લ્ડ કપ પૂરો થતા જ નવા મુખ્ય કોચની જાહેરાત, 64 સદી ફટકારનાર દિગ્ગ્જને મળી કમાન
coachImage Credit source: PTI
| Updated on: Mar 09, 2026 | 10:41 PM
Share

દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર ગેરી કર્સ્ટન હવે શ્રીલંકાના મુખ્ય કોચ બનશે. તેમણે ટીમ ઈન્ડિયાને પણ કોચિંગ આપ્યું છે. તેમના કોચિંગ હેઠળ, ભારતીય ક્રિકેટ ટીમે 2011નો ODI વર્લ્ડ કપ જીત્યો હતો. શ્રીલંકાના મુખ્ય કોચ તરીકે, ગેરી કર્સ્ટન સનથ જયસૂર્યાનું સ્થાન લેશે, જેમણે 2026ના T20 વર્લ્ડ કપ પછી શ્રીલંકા છોડી દીધું હતું. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી હતી કે ગેરી કર્સ્ટન 15 એપ્રિલ, 2026 થી કાર્યભાર સંભાળશે.

કર્સ્ટને શ્રીલંકા ક્રિકેટ સાથે બે વર્ષનો કરાર કર્યો

શ્રીલંકન ક્રિકેટ ટીમ સાથે ગેરી કિર્સ્ટનનો કરાર બે વર્ષનો છે. મતલબ કે, તે એપ્રિલ 2028 સુધી આ પદ પર રહેશે. આનો અર્થ એ થયો કે શ્રીલંકન ટીમ 2027 ના ODI વર્લ્ડ કપની તૈયારી ગેરી કિર્સ્ટનના કોચિંગ હેઠળ રહેશે.

કિર્સ્ટન T20 WC 2026 માં નામિબિયાનો મેન્ટર હતો

શ્રીલંકાની ટીમ T20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી. ટીમના ખરાબ પ્રદર્શન બાદ, સનથ જયસૂર્યાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. ગેરી કર્સ્ટન T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન નામિબિયાની ટીમ સાથે સંકળાયેલો હતો, તે ટીમના મેન્ટર તરીકે સેવા આપી રહ્યો હતો. T20 વર્લ્ડ કપ 2026 પછી, ગેરી કર્સ્ટન હવે શ્રીલંકન ક્રિકેટ ટીમનો હેડ કોચ બનશે.

64 સદી સાથે 26,000 થી વધુ રન બનાવ્યા

ગેરી કર્સ્ટનના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો, તેણે ફર્સ્ટ ક્લાસ અને લિસ્ટ A સહિત 500 થી વધુ મેચ રમી છે, જેમાં તેણે 64 સદી સાથે 26000 થી વધુ રન બનાવ્યા છે.

ગેરી કિર્સ્ટનની કોચિંગ કારકિર્દી

ગેરી કિર્સ્ટનની કોચિંગ કારકિર્દી શાનદાર રહી છે. તેમના કોચિંગ હેઠળ, ટીમ ઈન્ડિયા 2011 માં વર્લ્ડ ચેમ્પિયન બની હતી. એપ્રિલ 2014 માં, ગેરી કિર્સ્ટન પાકિસ્તાન ટીમનો વ્હાઈટ-બોલ ક્રિકેટ કોચ પણ બન્યો હતો. જોકે, PCB સાથેના મતભેદને કારણે તેને રાજીનામું આપવું પડ્યું હતું.

કર્સ્ટન સામે મોટો પડકાર

શ્રીલંકાના મુખ્ય કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી ગેરી કર્સ્ટન માટે સૌથી મોટો પડકાર દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાનાર 2027 ODI વર્લ્ડ કપમાં ટીમને સીધું સ્થાન અપાવવાનો રહેશે. શ્રીલંકાએ અગાઉ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર જેમી સિડનને તેની મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા હતા.

T20 WC Breaking : ‘તને જોઈને’… ગૌતમ ગંભીરે MS ધોનીને એવો જવાબ આપ્યો કે ચાહકોને વિશ્વાસ ના થયો

Follow Us
અમદાવાદ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા,જુઓ Video
અમદાવાદ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા,જુઓ Video
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
g clip-path="url(#clip0_868_265)">