SBI પાસેથી 40 લાખની Home Loan લેવા કેટલો પગાર હોવો જોઈએ? જાણો EMI કેટલી હશે..
SBI હોમ લોન આપે છે. ₹40 લાખની 30 વર્ષની લોન પર અંદાજે કેટલી સેલેરીની હોવી જોઈએ તેની અપડે વાત કરીશું.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) હાલમાં માત્ર 7.25 ટકાના પ્રારંભિક વ્યાજ દરે હોમ લોન ઓફર કરી રહી છે, જેના કારણે ઘર ખરીદવાની યોજના ધરાવતા લોકો માટે આ એક ઉત્તમ તક બની છે. ગયા વર્ષે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રેપો રેટમાં કુલ 1.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ ઘટાડાનો સીધો લાભ સામાન્ય લોકોને મળ્યો છે, કારણ કે હોમ લોન અને કાર લોન સહિત તમામ લોનના વ્યાજ દર ઘટ્યા છે અને EMI પણ ઓછા થયા છે.

જો તમે SBI પાસેથી 30 વર્ષની મુદત માટે ₹40 લાખની હોમ લોન લેવા માંગતા હો, તો 7.25 ટકાના વ્યાજ દરે તમારી માસિક EMI અંદાજે ₹27,500 જેટલી થશે. આ લોન મેળવવા માટે તમારો માસિક પગાર ઓછામાં ઓછો ₹55,000 હોવો જરૂરી માનવામાં આવે છે.

જોકે, આ અંદાજ એ શરતે છે કે તમારા નામે બીજી કોઈ સક્રિય લોન ન હોય. ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ સ્થિતિમાં તમારો લગભગ અડધો પગાર EMI ચૂકવવામાં વપરાઈ શકે છે.

હોમ લોન મેળવવા માટે સારો ક્રેડિટ સ્કોર હોવો અત્યંત મહત્વપૂર્ણ છે. કોઈપણ બેંક લોન મંજૂર કરતાં પહેલા તમારા ક્રેડિટ સ્કોર અને ભૂતકાળના લોન રેકોર્ડની સંપૂર્ણ સમીક્ષા કરે છે. જો તમારો ક્રેડિટ સ્કોર નબળો હોય, તો બેંક તમારી લોન અરજી નકારી પણ શકે છે.

સારો ક્રેડિટ સ્કોર હોવાને કારણે તમને ફક્ત લોન મંજૂરીમાં જ નહીં, પરંતુ વ્યાજ દરમાં ડિસ્કાઉન્ટ મેળવવામાં પણ મદદ મળી શકે છે. ઘણા કેસમાં બેંકો સારા ક્રેડિટ સ્કોર ધરાવતા ગ્રાહકોને વધુ અનુકૂળ શરતો પર લોન ઓફર કરે છે. તેથી, હોમ લોન લેતા પહેલાં ફક્ત એક જ બેંક પર નિર્ભર ન રહેતા, વિવિધ બેંકોની ઓફરોની તુલના કરવી અને તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો સમજદારીભર્યું પગલું સાબિત થાય છે.
PhonePe પણ લોન્ચ કરી રહ્યું છે IPO, જાણો કેવી રીતે કરશો કમાણી
