Gujarati News » Photo gallery » Russia ukraine crisis russian troops continue to attack ukraine kyiv kharkiv lviv suffers most
Russia-Ukraine Crisis: યુક્રેન પર રશિયન સૈનિકોના હુમલા ચાલુ છે, આ 5 શહેરોને સૌથી વધુ થયું નુકસાન, જૂઓ તસવીરો
રશિયા અને યુક્રેન વચ્ચે પાંચમા દિવસે પણ યુદ્ધ ચાલુ છે. રશિયન સૈનિકો યુક્રેનના શહેરો પર સતત હુમલા કરી આતંક મચાવી રહ્યા છે. રશિયાની સેનાએ દેશની રાજધાની કિવ સિવાય અન્ય ઘણા શહેરો પર પણ હુમલા કર્યા છે. ચાલો આ પર એક નજર કરીએ.
કિવ: રશિયા માટે આ શહેર પહેલા દિવસથી જ નિશાન પર છે. આ શહેર રશિયન શહેર બેલગોરાડથી 80 કિ.મી.ના અંતરે આવેલું છે. અહીં રશિયાએ મોટા પાયે પોતાની સેના તૈનાત કરી છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં રશિયન ભાષી લોકો હાજર છે અને તેઓ રશિયાના લોકો સાથે ખૂબ જ ગાઢ સંબંધો ધરાવે છે. કિવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, કિવમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી બચ્યો, રશિયાએ ચારોતરફથી ઘેરી રાખ્યા છે.
1 / 5
ખાર્કિવ: ખાર્કિવ એ યુક્રેનનું કિવ પછી બીજું સૌથી મોટું શહેર છે. અહીં પણ રશિયન અને યુક્રેનિયન દળો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. ખાર્કિવમાં આજે સવારથી જ વિસ્ફોટોના અવાજો સંભળાઈ રહ્યા છે. જો કે ખાર્કિવના ગવર્નરે શહેરમાં યુક્રેનના સંપૂર્ણ નિયંત્રણનો દાવો કર્યો હતો.
2 / 5
લિવઃ કિવ અને ખાર્કિવની જેમ રશિયન સૈનિકોએ લિવ શહેરમાં પણ દરોડા પાડીને ભારે નુકસાન કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અહીં એક બીયર ફેક્ટરીમાં પેટ્રોલ બોમ્બ બનાવવામાં આવી રહ્યા છે. જેનો ઉપયોગ રશિયન સેનાને જવાબ આપવા માટે કરવામાં આવશે.
3 / 5
ચેર્નિહાઇવ: ચેર્નિહાઇવ પણ યુક્રેનમાં રશિયન આક્રમણથી પ્રભાવિત શહેરોમાંનું એક છે. તે દેશની રાજધાની કિવથી 150 કિ.મી. દૂર છે. આજે રશિયાએ રહેણાંક મકાન પર મિસાઈલ હુમલો કર્યો છે. જેમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. ચેર્નિહિવના લોકોને ઘરોની લાઇટ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેથી રશિયન સૈનિકોને ખબર ન પડે કે અહીં કોઈ રહે છે.
4 / 5
ઓડેસા: કિવ અને ખાર્કિવ જેવા શહેરો ઉપરાંત રશિયન સૈનિકો દરિયાકાંઠાના વિસ્તારોના શહેરો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. રશિયા અને યુક્રેન પશ્ચિમમાં ઓડેસા અને પૂર્વમાં માર્યુપોલ શહેરમાં પણ રશિયન અને યુક્રેન વચ્ચે ભારે લડાઈ થઈ રહી છે.