AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand: આણંદની સરકારી પ્રાથમિક શાળાએ ખાનગી સ્કૂલોને હંફાવી દીધી, બાળકોને એડમિશન લેવા થઈ જાય છે પડાપડી

Anand: શિક્ષણના ક્ષેત્રમાં સર્જનાત્મકતા સાથે નવીનતા લાવનારા આણંદ થી માત્ર ત્રણ કિલોમીટર દૂર હાડગુડ ગામની શાળાના શિક્ષક હિરેનભાઈ મેકવાનની કામગીરી જાણવા જેવી છે. તેઓ શાળાનો માહોલ માત્ર એકજ દશકમાં બદલી દીધો.

Dharmendra Kapasi
| Edited By: | Updated on: Jun 11, 2023 | 5:47 PM
Share
ઈ.સ. 1893 ના ઓગસ્ટ મહિનાની 7 મી તારીખે શરૂ થયેલી 131 વર્ષ જૂની હાડગુઙ ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણને વધુ રસપ્રદ બનાવવા અને શાળામાં બાળકોની હાજરી વધારવાના ઉમદા હેતુથી હિરેનભાઈ મેકવાને અનોખા પ્રયોગ શરુ કર્યા છે. સ્માર્ટ શાળાના દરેક વર્ગ માં પ્રોજેક્ટર અથવા ટીવીના માધ્યમથી પણ શિક્ષણ આપવામાં આવે છે. જેમાં આઠ વર્ગમાં ટીવી સેટ અને સાત વર્ગમાં પ્રોજેક્ટર લગાવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ માટે ખાસ લાઇબ્રેરી પણ ઉભી કરવામાં આવી છે. જેમાં 1000 જેટલા પુસ્તકો ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનું જ્ઞાન મળી રહે તે માટે 20 કોમ્પ્યુટર અને 09 લેપટોપ સાથેની કોમ્પ્યુટર લેબ ઇન્ટરનેટની સુવિધા સાથે ઉપલબ્ધ છે.

1 / 7
હાડગુડ પ્રાથમિક શાળા પોતાની સ્કૂલનું facebook પેજ, youtube ચેનલ, whatsapp ગ્રુપ સહિત ઓનલાઈન ક્લાસીસ જેવી વિવિધ પ્રવૃત્તિઓ પણ ચલાવે છે. હાડગુડ શાળાની youtube ચેનલ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓ જ સમાચાર પ્રકાશિત કરે છે અને સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને માહિતગાર કરે છે. શિક્ષણમાં સોશિયલ મીડિયાના ભરપૂર ઉપયોગ દ્વારા શાળાના આચાર્ય દ્વારા સ્કૂલના તમામ શિક્ષકો સાથે રહીને વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે જોડવામાં આવ્યા છે.

2 / 7
રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક સ્તરમાં સુધારો કરવા અમલી કરાયેલ કાર્યક્રમ ગુણોત્સવમાં પણ આ શાળાએ ઉત્તરોત્તર પ્રગતિ કરેલી છે. વર્ષ-2009 માં D ગ્રેડ મેળવેલ શાળામાં આચાર્ય તરીકે હિરેનભાઈ મેકવાને વર્ષ -2012 માં ચાર્જ સંભાળ્યો ત્યારબાદથી એટલે કે વર્ષ-2013 થી આ શાળાના શૈક્ષણિક સ્તરમાં ઉત્તરોત્તર સુધારો થતો ગયો છે. જેના કારણે આ શાળા A પ્લસ ગ્રેડ બની ચુકી છે. જેને તેમણે આજ દિન સુધી જાળવી રાખ્યો છે. તેઓને 2018માં રાજ્યના શ્રેષ્ઠ મુખ્ય શિક્ષકનો એવોર્ડ પણ આપવમાં આવ્યો હતો.

3 / 7
પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પીવાના પાણી માટે  RO સિસ્ટમ તથા કુલર સાથેની વ્યવસ્થા, રમતના સાધનો,‌ મેદાનમાં પેવર બ્લોક, કમ્પાઉન્ડમા નાના બગીચામાં 200 થી વધુ ફુલ છોડ, 20 થી વધુ વૃક્ષો, 50 થી વધુ કુંડાઓ મૂકીને શાળાનું વાતાવરણ હરિયાળું બનાવવામાં આવ્યું છે. હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 1.5 કરોડના ખર્ચે હાડગૂડ પ્રાથમિક શાળાનું નવીન મકાન કે જે અદ્યતન બનાવવામાં આવનાર છે તેની કામગીરી ચાલુ કરવામાં આવી છે.

4 / 7
શાળાના આચાર્ય દ્વારા બાળકોને જ્ઞાન સાથે શિક્ષણ અને સાંસ્કૃતિક તથા બૌદ્ધિક વિકાસની પ્રવૃત્તિઓ સાથે જોડી તેઓ અભ્યાસ અને ઇત્તર પ્રવૃત્તિઓમાં નાવિન્ય લાવ્યા છે. બાળકોને જીવનલક્ષી પાઠ ભણાવીને તેમને વિવિધ રીતે તૈયાર કરી તેમની કલ્પના શકિતને પાંખો આપી રહ્યા છે. બાળકોની સુષુપ્ત શક્તિઓને વિકસવાની તક મળી રહે તેવો તેમનો અભિગમ છે.

5 / 7
બાળકોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવેલા પ્રયાસથી હાડગુડ પ્રાથમિક શાળામાં ભણતા બાળકોની અભ્યાસની સાથે ઇત્તર પ્રવૃત્તિઓમાં રુચિ વધી છે અને બાળકોની શાળામાં હાજરી પણ વધી છે. તેમની આ પ્રવૃત્તિઓને લીધે ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે. તે સાથે જ રાજ્ય સરકારના શિક્ષણ મહાયજ્ઞનો એક ઉદ્દેશ્ય સાર્થક થઈ રહ્યો છે. હાડગુડ પ્રાથમિક શાળા ખાતે 861 બાળકોને ભણાવવા માટે 24 વર્ગ ખંડની સાથે પ્રાથમિક સુવિધાઓની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 24 શિક્ષકો અને એક મુખ્ય શિક્ષક મળીને કુલ 25 નો સ્ટાફ ધરાવતી જિલ્લાની એકમાત્ર પ્રાથમિક શાળા છે.

6 / 7
બાળકોને શિક્ષણ સાથે ઇત્તર પ્રવૃત્તિઓ થકી માનવ સંસાધન વિકાસનો અભિગમ સાથે વિવિધલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા સમય સાથે એવું પરિણામ મળ્યું કે, ખાનગી શાળામાં અભ્યાસે જતા હતા તે વિદ્યાર્થીઓ પણ આ ગામની સરકારી શાળામાં ભણવા માટે આવ્યા. છેલ્લા 10 વર્ષમાં 400 કરતાં વધારે બાળકો ખાનગી શાળાઓ છોડીને હાડગુડની જિલ્લા પંચાયત હસ્તકની સરકારી શાળામાં એડમિશન લઈ અને ભણી રહ્યા છે. દર વર્ષે 25 થી 30 વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ છોડીને આ હાડગુડ ખાતેની સરકારી શાળામાં અભ્યાસ માટે આવે છે.

7 / 7
Follow Us
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?

CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી

ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ

જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

g clip-path="url(#clip0_868_265)">