Royal Family : રાજવી પરિવારમાં જન્મી છે આ બોલિવૂડ અભિનેત્રીઓ, રાજકુમારી જેવી જીવે છે જિંદગી

Royal Family : બોલીવુડમાં ઘણી અભિનેત્રીઓ એવી છે જેની રગમાં શાહી લોહી દોડે છે. ચાલો આજે તમને જણાવીએ એવી અભિનેત્રીઓ વિશે.

  • tv9 webdesk37
  • Published On - 16:53 PM, 12 Apr 2021
1/7
બધા જ જાણે છે કે સૈફ અલી ખાન અને સોહા અલી ખાન ભોપાલના પટૌડી પરિવારમાંથી છે. તેની શાહી શૈલી કોઈથી છુપાયેલી નથી. સૈફ અલી ખાનને તેના પિતાના અવસાન બાદ 2011 માં 'પટૌડી નવાબ' બનાવવામાં આવ્યો હતો.
2/7
અદિતી, જે પોતાના અભિનય અને માસૂમિયતથી દરેકના દિલ પર રાજ કરે છે, તેના એક નહીં, પરંતુ બે રાજવીઘરાના સાથે સંબંધ છે. જણાવી દઈએ કે અદિતિના કાકા મોહમ્મદ સાલેહ અકબર હૈદરી આસામના પૂર્વ પણ રાજ્યપાલ રહી ચૂક્યા છે.
3/7
આમિર ખાનની પત્ની કિરણ રાવે પણ ફિલ્મ નિર્દેશક, નિર્માતા અને દિગ્દર્શક તરીકે પોતાનું સ્થાન બનાવ્યું છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે કિરણના દાદા જે રામેશ્વર રાવ તેલંગાણાના મહાબુબનગરના મહારાજા હતા. આટલું જ નહીં કિરણ રાવ સંબંધમાં અભિનેત્રી અદિતિ રાવ હૈદરીની કઝીન છે.
4/7
'ચક દે ઇન્ડિયા ગર્લ' અને ઝહિર ખાનની પત્ની સાગરિકાની નસોમાં રોયલ રક્ત દોડે છે. તે કોલ્હાપુરના કહલ રાજવી પરિવારની પુત્રી છે. તેમના પિતા વિજયસિંહ ઘાટગે હજી સત્તા સંભાળી રહ્યા છે.
5/7
મૈને પ્યાર કિયા ફિલ્મથી લોકોનાં દિલ જીતનાર ભાગ્યશ્રી રોયલ મરાઠી પરિવારની છે. ભાગ્યશ્રીની ફિલ્મી કારકિર્દી ભલે લાંબી ન ચાલી હોય, તેમ છતાં તેમના પિતા વિજયસિંહ રાવ માધવરાવ પટવર્ધનને આજે પણ રાજાનું સમ્માન આપવામાં આવે છે.
6/7
રિયા અને રાયમાએ બોલીવુડમાં ભલે કમાલ ના કરી હોય, પરંતુ બંગાળમાં બંને સફળ અભિનેત્રીઓ છે. રિયા અને રાયમા ત્રિપુરાના રોયલ ફેમિલીથી પણ સંબંધિત છે. તેમની દાદી બરોડાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના એકમાત્ર સંતાન હતા. પરદાદી મહારાજા સયાજીરાવ -3ના એકમાત્ર પુત્રી હતા.
7/7
બોલિવૂડ એક્ટ્રેસ મનીષા કોઈરાલા નેપાળના રાજવી પરિવારની છે. બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મો આપનાર મનીષા કોઈરાલા નેપાળના રાજકારણમાં પણ રહી છે. જ્યારે તેમના દાદા અને બે કાકાઓ નેપાળના વડા પ્રધાન રહ્યા હતા, મનીષાના પિતા નેપાળના પર્યાવરણ પ્રધાન પણ રહી ચૂક્યા છે.