અમદાવાદના ધારાસભ્ય અને ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ કેટલા અમીર છે ? તમે નહીં જાણતા હોવ
અમદાવાદના ધારાસભ્યોની સંપત્તિનો ખુલાસો કરતા આ લેખમાં, ભાજપના સૌથી અમીર ધારાસભ્ય તરીકે એક નેતાનું નામ સામે આવ્યું છે. જેમણે 29 કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી છે. મહત્વનું છે કે હવે તેઓ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે.

ગુજરાતના રાજકારણમાં સૌથી ધનિક ધારાસભ્યનો મુદ્દો હંમેશા ચર્ચાનો વિષય રહે છે. ત્યારે આજે તમને અમે અમદાવાદના અમીર ધારાસભ્ય વિશે જણાવીશું. જેમને હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકેનું પદ સોંપવામાં આવ્યું છે.

દરેક ચૂંટણીમાં ઉમેદવારો સોગંદનામામાં તેમની સંપત્તિની વિગતો નોંધાવે છે, જેનાથી જનતાને તેમની નાણાકીય સ્થિતિનો ખ્યાલ આવે છે.

અમદાવાદની નિકોલ બેઠકના ભાજપના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ તેમના સોગંદનામામાં 29 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે. આ આંકડો તેમને અમદાવાદના સૌથી ધનિક ધારાસભ્ય બનાવે છે.

જગદીશ વિશ્વકર્માનો વ્યવસાય ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગ, ડેવલપર્સ અને ઇન્ફ્રા માર્કેટિંગ સાથે સંબંધિત છે. મહત્વનું છે કે જગદીશ વિશ્વકર્મા હાલમાં ગુજરાત સરકારના મંત્રી પણ છે.

આ આંકડા દર્શાવે છે કે રાજકારણમાં પૈસાની શક્તિનો કેટલો પ્રભાવ છે અને ચૂંટણી ક્ષેત્રમાં શ્રીમંત નેતાઓની સંપત્તિ ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. (નોંધ : અહીં આપવામાં આવેલા આંકડા2022 દરમ્યાનના છે અને પબ્લિક ડોમેઇનમાં ઉપલબ્ધ માહિતીના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.)
સુરતના સૌથી અમીર બિઝનેસમેન, કરોડોનું સામ્રાજ્ય છતાં પુત્રને કરવી પડી 200 રૂપિયાની નોકરી, જાણવા માટે અહીં ક્લિક કરો..
