AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈઝરાયેલે કહ્યું – અમારા હુમલાએ ઈરાનના 7 ટોચના અધિકારીઓનો ખાત્મો બોલાવ્યો

ઈઝરાયેલ એર ફોર્સના (IAF) ફાઇટર જેટ્સે ઈરાનમાં લશ્કરી લક્ષ્યો પર ચોકસાઈભર્યા હુમલા કર્યા હતા. આ જ કારણ છે કે, ઈરાનનુ લશ્કરી નિર્ણય લેતા મહત્વના અધિકારીઓનો ખાત્મો બોલાવાયો છે. જેમાં સાત વરિષ્ઠ ઈરાની સંરક્ષણ નેતૃત્વ અધિકારીઓ માર્યા ગયા હતા.

ઈઝરાયેલે કહ્યું - અમારા હુમલાએ ઈરાનના 7 ટોચના અધિકારીઓનો ખાત્મો બોલાવ્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2026 | 12:10 PM
Share

ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ હિંસક પરિસ્થિતિમાં ફેરવાઈ ગયો છે, બંને દેશ એકબીજા ઉપર હવાઈ હુમલાઓ કરી રહ્યાં છે. દરમિયાન ઈરાની મીડિયાએ, સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુની પુષ્ટિ કરી છે. ઇઝરાયલી હુમલાઓએ તેહરાન સહિત અનેક શહેરોને નિશાન બનાવ્યા છે, જેમાં સાત વરિષ્ઠ ઈરાની સૈન્ય અધિકારીઓ માર્યા ગયા હતા. ઇઝરાયલી સૈન્યે ચોકસાઈભર્યા હુમલાનો દાવો કર્યો હતો.

ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ વધુ હિંસક બની રહ્યું છે. બંને દેશ એકબીજા ઉપર સતત હવાઈ હુમલા કરી રહ્યા છે. બન્ને દેશ વચ્ચે ફાટી નીકળેલ યુદ્ધમાં અત્યાર સુધીમાં સેંકડો લોકોના મોત થયા છે. ઈરાની મીડિયાએ પણ ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુની પુષ્ટિ કરી છે. ઈઝરાયલ અને અમેરિકાએ શનિવારે રાજધાની તેહરાન સહિત ઈરાનના અનેક શહેરો પર હુમલો કર્યો હતો. ઈઝરાયલી હુમલામાં સાત વરિષ્ઠ ઈરાની અધિકારીઓ પણ માર્યા ગયા હતા.

IAF ફાઇટર જેટ્સે ઈરાનમાં લશ્કરી લક્ષ્યો પર ચોકસાઈભર્યા હુમલા કર્યા હતા. આ જ કારણ છે કે, ઈરાનનુ લશ્કરી લક્ષ્ય સંપૂર્ણપણે નાશ પામ્યું હતું, જેમાં સાત વરિષ્ઠ ઈરાની સંરક્ષણ નેતૃત્વ અધિકારીઓ માર્યા ગયા હતા.

ઇઝરાયલી હુમલામાં કોણ માર્યા ગયા હતા?

અઝીઝ નાસિરઝાદેહ – તેઓ ઈરાનના સંરક્ષણ પ્રધાન હતા. તેમના મૃત્યુના સમાચાર મીડિયામાં સૌપ્રથમ આવ્યા.

મોહમ્મદ પાકપુર – તેઓ IRGCના શક્તિશાળી કમાન્ડર-ઇન-ચીફનું પદ સંભાળતા હતા.

અલી શમખાની – તેઓ સર્વોચ્ચ નેતાના સૌથી વિશ્વસનીય સલાહકાર હતા અને તમામ કામ સંભાળતા હતા.

મોહમ્મદ શિરાઝી – તેમણે સર્વોચ્ચ નેતાના લશ્કરી બ્યુરોના વ્યૂહરચનાકાર તરીકે સેવા આપી હતી.

સાલેહ અસાદી – ગુપ્તચર તંત્રના માસ્ટરમાઇન્ડ.

હુસેન જબાલ અમેલિયન – SPNDના અધ્યક્ષ.

રેઝા મુઝફ્ફરી – નિયા – SPNDના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પરમાણુ કાર્યક્રમના મુખ્ય વ્યૂહરચનાકાર.

અમારા ફાઇટર જેટ્સે ચોક્કસ હુમલો કર્યો – ઇઝરાયલી લશ્કર

આ સાત વરિષ્ઠ ઈરાની અધિકારીઓની હત્યા પર પ્રતિક્રિયા આપતા, ઇઝરાયલી લશ્કરે એક નિવેદનમાં કહ્યું, “અમારા ફાઇટર જેટ્સે લશ્કરી લક્ષ્યો પર ચોક્કસ હુમલો કર્યો, જેમાં આ સાત ઉચ્ચ કક્ષાના સંરક્ષણ અધિકારીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે. તેમના વિના દુનિયા વધુ સારી છે.” ઈઝરાયેલ સૈન્ય દ્વારા આ નિવેદન સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવ્યું હતું.

ઈરાન પર કરાયેલા હુમલા અને ત્યાર બાદ, યુદ્ધ કટોકટીની સ્થિતિ સર્જાઈ છે. ઈરાન, અમેરિકા, ઈઝરાયેલ અને મધ્યપૂર્વ તેમજ યુદ્ધના તમામ સમાચારો જાણવા માટે તમે અહીં ક્લિક કરો. 

ઈરાનના નવા સુપ્રીમ લીડરની જાહેરાત, ખામેનેઈના પુત્ર બન્યા ઉત્તરાધિકારી
ઈરાનના નવા સુપ્રીમ લીડરની જાહેરાત, ખામેનેઈના પુત્ર બન્યા ઉત્તરાધિકારી
ઈરાનના વળતા હુમલામાં અમેરિકન સૈન્યને પણ થયું ભારે નુકસાન
ઈરાનના વળતા હુમલામાં અમેરિકન સૈન્યને પણ થયું ભારે નુકસાન
પ્રકૃતિનું અનોખું દ્રશ્ય: સિંહબાળ પ્રત્યે સિંહણની મમતા અને જીવનનો પાઠ
પ્રકૃતિનું અનોખું દ્રશ્ય: સિંહબાળ પ્રત્યે સિંહણની મમતા અને જીવનનો પાઠ
કાલુપુર સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિએ કર્યો બેફામ વાણી વિલાસ- Video
કાલુપુર સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિએ કર્યો બેફામ વાણી વિલાસ- Video
મોબાઈલથી લઈને કાર સુધી હવે બધે જ વપરાશે ‘મેડ ઈન ઇન્ડિયા’ ચિપ
મોબાઈલથી લઈને કાર સુધી હવે બધે જ વપરાશે ‘મેડ ઈન ઇન્ડિયા’ ચિપ
નવસારીમાં હોળી એટલે ભક્તિ, સંસ્કૃતિ અને આનંદનો સંગમ
નવસારીમાં હોળી એટલે ભક્તિ, સંસ્કૃતિ અને આનંદનો સંગમ
વડાપ્રધાન મોદી આજે દેશને આપશે ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપની ભેટ
વડાપ્રધાન મોદી આજે દેશને આપશે ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપની ભેટ
કાંકરિયા થી રિવરફ્રન્ટ સુધી ફ્લોટિંગ સોલર પેનલ
કાંકરિયા થી રિવરફ્રન્ટ સુધી ફ્લોટિંગ સોલર પેનલ
ગુજરાતીઓનું પ્રિય સ્થળ માઉન્ટ આબુનું નામ બદલાઈ ગયું, જાણો નવું નામ
ગુજરાતીઓનું પ્રિય સ્થળ માઉન્ટ આબુનું નામ બદલાઈ ગયું, જાણો નવું નામ
નિયમ તોડશો તો દંડ નક્કી! શેરડીના રસ પર મનપાની સખ્ત નજર
નિયમ તોડશો તો દંડ નક્કી! શેરડીના રસ પર મનપાની સખ્ત નજર
g clip-path="url(#clip0_868_265)">