Business Idea: એકવાર ફક્ત ₹60,000નું રોકાણ કરો અને દર મહિને ₹55,000થી વધુની કમાણી!
જો તમે ઓછી મૂડીમાં નવો બિઝનેસ શરૂ કરવા ઇચ્છતા હોવ તો આઇસ્ક્રીમ પાર્લર તમારા માટે એક ઉત્તમ અને નફાકારક વિકલ્પ બની શકે છે. એવામાં ચાલો જાણીએ કે, આ બિઝનેસમાં કેટલું રોકાણ જરૂરી છે અને દર મહિને કેટલી કમાણી થઈ શકે છે.

આઇસ્ક્રીમ બિઝનેસ શરૂ કરવા માટે સૌથી પહેલા તમારે એક યોગ્ય જગ્યા નક્કી કરવી. સ્કૂલ-કોલેજ પાસે, બજાર વિસ્તારમાં કે જ્યાં લોકોની અવરજવર વધુ હોય ત્યાં આ દુકાન તમે શરૂ કરી શકો છો.

સામાન્ય રીતે આ બિઝનેસ શરૂ કરવા માટે ₹60,000 થી ₹1,25,000 સુધીનો ખર્ચ થાય છે, જેમાં ફ્રીઝર, કાઉન્ટર, ડેકોરેશન, કાચો માલ, કપ-ચમચી અને લાઈસન્સનો ખર્ચ શામેલ હોય છે. તમે દુકાન ભાડે પણ લઈ શકો છો અથવા તો પોતાની માલિકીની જગ્યા પર પણ આ બિઝનેસ શરૂ કરી શકો છો.

ડોક્યુમેન્ટેશનમાં Shop License, FSSAI લાઈસન્સ, PAN કાર્ડ, આધાર કાર્ડ અને જો આવક ₹20 લાખથી વધુ હોય તો GST નંબરની જરૂર પડશે. આ બિઝનેસ શરૂ કરવાના બે રસ્તા છે, સૌથી પહેલું કે તમે ડાયેરક્ટ Ice Cream વેચો કે કાં તો પછી ઘરેથી જ Ice Cream બનાવીને વેચો.

જો તમે ડાયરેક્ટ બ્રાન્ડ સાથે કામ કરો છો તો Amul, Havmor, Vadilal જેવી કંપનીઓના ડિસ્ટ્રિબ્યુટરો સાથે જોડાઈ શકો છો. બીજી તરફ જો તમારે Homemade Ice Cream બનાવવી હોય તો તમે દૂધ, ફ્રેશ ક્રીમ, મિલ્ક પાઉડર, ખાંડ, કોર્નફ્લોર અને ફ્લેવરનો ઉપયોગ કરીને ઘરેથી જ આઇસ્ક્રીમ બનાવી શકો છો.

આઇસ્ક્રીમ બનાવવાની પદ્ધતિ બહુ જ સરળ છે. પહેલા દૂધને ઉકાળવું, ખાંડ અને કાર્નફ્લોર ઉમેરીને તેનું મિશ્રણ તૈયાર કરો પછી તેમાં ક્રીમ અને ફ્લેવર મિક્સ કરીને તેને ફ્રીઝરમાં 8 થી 10 કલાક સુધી રાખો. વધુ સોફ્ટ ટેક્સચર માટે તમે તેને બે વાર મિક્સરમાં બ્લેન્ડ કરી શકો છો. આ રીતે ચોકલેટ, વેનીલા, સ્ટ્રોબેરી જેવી અનેક ફ્લેવરમાં આઇસ્ક્રીમ બનાવી શકાય છે.

બિઝનેસ માટે જરૂરી સાધનોમાં Freezer, Scooper, Serving Counter, Cone Stand, Disposable Cups & Spoons, Billing System, લાઇટિંગ અને ટેબલ-ખુરશીનો સમાવેશ કરો.

આઇસ્ક્રીમ પાર્લર માટે રોજનો ખર્ચ અંદાજે ₹1000 થી ₹1350 જેટલો થાય છે. આમાં કાચો માલ, વીજળી અને અન્ય ખર્ચ શામેલ છે. જો તમે દરરોજ 100 કોન ₹25ના દરે વેચો તો રોજની આવક ₹2500 થાય છે અને દૈનિક નફો અંદાજે ₹1150 થી ₹1500 જેટલો મળે છે, જે મુજબ મહિને ₹34,000 થી ₹45,000 સુધીની કમાણી થઈ શકે છે.

જો તમે દરરોજ 120 કોન વેચો તો આવક ₹3000 થાય છે અને દૈનિક નફો ₹1650 સુધી જઈ શકે છે, જેના આધારે મહિને અંદાજે ₹50,000 થી ₹55,000 સુધી કમાઈ શકાય છે. માર્કેટિંગ માટે શરુઆતમાં "Buy 1 Get 1" જેવી ઓફર આપી શકાય છે. Instagram, WhatsApp Groups પર બિઝનેસના ફોટા અને વિડીયો પોસ્ટ કરો, જેથી બિઝનેસ સારા લેવલે પહોંચે અને વધુ ઓર્ડર મળે.

તમે Swiggy અથવા Zomato થકી રજિસ્ટ્રેશન કરીને ઓનલાઈન ઓર્ડર પણ મેળવી શકો છો. શિયાળાના દિવસોમાં જ્યારે આઇસ્ક્રીમનું વેચાણ ઘટે છે, ત્યારે તમે મફિન, હોટ બ્રાઉની અથવા મિલ્કશેક જેવી વાનગીઓ પણ વેચવાનું શરૂ કરી શકો છો, જેથી વેચાણમાં સતત આવક બની રહે.

આ રીતે જોવામાં આવે તો આઇસ્ક્રીમ પાર્લર બિઝનેસ ઓછી મૂડીમાં શરૂ થઈ શકે એવો સરળ અને લાભદાયક વ્યવસાય છે. જો તમે પોતે આઇસ્ક્રીમ બનાવો તો નફાનો દર વધે છે, અને જો જાણીતી બ્રાન્ડ સાથે કામ કરો તો વ્યવસાય ચલાવવું વધુ સરળ બને છે.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
