થોડા દિવસો પહેલા જ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના એક સુંદર બાળકીના માતા-પિતા બન્યા છે.ઘણા દિવસો બાદ બંને જાહેરમાં સાથે જોવા મળ્યા.
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે રવિવારે રાત્રે નોબુ માલિબુમાં સાથે રોમેન્ટિક ડિનર કર્યું હતું.
આ કપલ ઘણા દિવસો પછી જોવા બહાર જોવા મળ્યું, જ્યારે તેઓ પબ્લિક પ્લેસ પર દેખાયા ત્યારે ચાહકોની ભીડ જોવા મળી હતી.
તસવીરોમાં પ્રિયંકા અને નિક બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. બંનેને એકસાથે જોવું તેના ચાહકો માટે ખૂબ જ આનંદની વાત છે. આ તસવીરો jerryxmimiના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અપલોડ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, પ્રિયંકા અને નિક સરોગેટ દ્વારા એક પુત્રીના માતા-પિતા બન્યા છે. તેણે આ ખુશી સોશિયલ મીડિયા દ્વારા શેર કરી હતી.