શેરબજારના રોકાણકારો માટે નસીબદાર સાબિત થયા PM મોદી! Good Governance દ્વારા 20 લાખ કરોડની કરી કમાણી
મોદી સરકારના હાલમાં 9 વર્ષ પૂરા થયા છે. સ્ટોક માર્કેટના નિષ્ણાતોનું કહેવું છે કે વડાપ્રધાન મોદીના ગુડ ગવર્નેસ એ ભારતીય બજારને નવી ઊંચાઈ સુધી લઈ જવામાં મદદ કરી છે. તેમણે વિદેશી રોકાણકારોને ભારતીય બજારમાં રોકાણ કરવા માટે પ્રેરિત કર્યા છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી શેરબજારના રોકાણકારો માટે નસીબદાર સાબિત થયા છે. કારણ કે વડાપ્રધાન મોદીના 9 વર્ષના કાર્યકાળ દરમિયાન શેરબજારમાં રોકાણ કરનારા રોકાણકારોએ લગભગ 20 લાખ કરોડની કમાણી કરી છે. 26 મે, 2014ના રોજ જ્યારે મોદી પહેલીવાર ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે સેન્સેક્સ 24,716.88ના સ્તરે હતો. હવે સેન્સેક્સ 62,500 ને પાર છે, જ્યારે નિફ્ટી 19,000 ના સ્તર પર છે.

આ કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટલાઈઝેશન (માર્કેટ કેપ)માં મોટો ઉછાળો આવ્યો છે. જેના કારણે રોકાણકારોએ ઘણી કમાણી કરી છે. તમને જણાવી દઈએ કે 26 મે 2014ના રોજ BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 85,20,816.63 કરોડ રૂપિયા હતી. જ્યારે 26 મે, 2023ના રોજ BSE-લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ મૂડી વધીને રૂ. 2,82,67,351.88 કરોડ થઈ હતી. આ રીતે 1,97,46,535.25 કરોડ રૂપિયાની કમાણી થઈ છે.

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે વડાપ્રધાન મોદીના Good Governanceથી ભારતીય બજારને નવી ઊંચાઈએ લઈ જવામાં મદદ મળી છે. ભારતીય બજારમાં સ્થિરતા અને ભારતીય અર્થતંત્રની ઝડપી ગતિએ વિદેશી રોકાણકારોને ભારતીય બજારમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે.

તેના પરિણામે વર્ષ 2014 અને 2023 ની વચ્ચે FII એ ભારતીય ઇક્વિટીમાં $49.21 બિલિયનની નેટવર્થ ભેગી કરી. FII 9 વર્ષમાં માત્ર 2 વર્ષમાં ચોખ્ખા વેચાણકર્તા રહ્યા છે. જેના કારણે બજાર નવી ઉંચાઈએ પહોંચ્યું છે. તેના કારણે રોકાણકારોને બમ્પર કમાણી થઈ છે.

કોરોના મહામારી સમયે લોકડાઉનને કારણે શેરબજારમાં ભારે નુકશાન થયું હતું. પણ આજે નિફ્ટી 2.5 ઘણો વધ્યો છે. આ સમયગાળા દરમિયાન સેક્ટોરલ ઈન્ડેક્સમાં નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 219 ટકા વધ્યો છે. જ્યારે નિફ્ટી ફાઈનેંશિયલ સર્વિસેજ ઈન્ડેક્સ 213 ટકા વધ્યો છે. મોદી સરકારના 9 વર્ષના શાસનમાં નિફ્ટી પ્રાઈવેટ બેન્ક ઈન્ડેક્સ 196 ટકા, નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ 188 ટકા અને નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 180 ટકા વધ્યો છે.
Latest News Updates
Related Photo Gallery

































































