Photos: વારાણસીમાં જ્યારે અડધી રાત્રે ચાની દુકાન પર પહોંચી ગયા વડાપ્રધાન મોદી, બનારસી પાનનો માણ્યો સ્વાદ
રાતના સમયે વડાપ્રધાન મોદીએ પપ્પુની થાડી પર ચાની ચૂસકી લીધી. આ દરમિયાન દુકાનદાર પણ ખુબ જ ખુશ નજર આવ્યો. તેને પુરા ઉત્સાહ સાથે વડાપ્રધાનને ચા પીવડાવી.
Mar 06, 2022 | 7:29 AM
TV9 GUJARATI | Edited By: Kunjan Shukal
Mar 06, 2022 | 7:29 AM
ઉત્તરપ્રદેશમાં સાતમાં તબક્કાના ચૂંટણી પ્રચાર માટે વારાણસીમાં વડાપ્રધાન મોદીએ શુક્રવારે મોડી રાત્રે અસ્સી ઘાટ પર એક ચાની દુકાનની મુલાકાત કરી.
ચાની દુકાન પર વડાપ્રધાન મોદી ત્યાં હાજર રહેલા સમર્થકોની સાથે હાથ મિલાવ્યો અને વાતચીત પણ કરી.
રાતના સમયે વડાપ્રધાન મોદીએ પપ્પુની થાડી પર ચાની ચૂસકી લીધી. આ દરમિયાન દુકાનદાર પણ ખુબ જ ખુશ નજર આવ્યો. તેને પુરા ઉત્સાહ સાથે વડાપ્રધાનને ચા પીવડાવી.
પપ્પુની થાડીમાં પીએમ મોદી સાથે બીજેપીના અન્ય નેતાઓ પણ હાજર હતા. ચા પીતા પીએમ મોદી ખૂબ જ ગંભીર અને ચિંતનમાં ડૂબેલા હતા.
ચાની ચૂસકી લીધા બાદ પીએમ મોદીએ એક પાનની દુકાનની પણ મુલાકાત લીધી અને બનારસી પાનનો સ્વાદ માણ્યો.