Plant In Pot : ઘરને સુશોભિત કરવા અને સ્વાસ્થ્ય માટે લાભકારક રબરના છોડને કૂંડામાં ઉગાડો, જુઓ તસવીરો
વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડનમાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં શાકભાજી, ફૂલ અથવા ઘરને સુશોભિત કરવામાં પણ મદદ કરે છે. આજે આપણે જોઈશું કે ઘરે સરળતાથી રબરનો છોડ કેવી રીતે ઉગાડી શકાય

જે લોકો છોડ ઉગાડવાના શોખીન હોય છે તેઓ મોટાભાગે તેમના બગીચામાં વિવિધ પ્રકારના છોડ લગાવે છે. તો કેટલાક લોકોને ઘરે રબરના છોડ ઉગાડવાનો ગમે છે. પરંતુ તેની કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. નહીં તો તે જલ્દી સુકાઈ જાય છે.

રબરનો પ્લાન્ટ ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક છિદ્રવાળુ કૂંડુ લો. ત્યારબાદ કૂંડામાં સારી ગુણવત્તાની માટી ભરી લો. ત્યારબાદ તેમાં છાણિયુ ખાતર નાખી મિક્સ કરી તેમાં પાણી નાખો.

રબરના છોડ રોપવા માટે એસિડિક માટીનો ઉપયોગ કરવો જોઈએ. છોડ સારી વૃદ્ધિ કરે તે માટે જમીનમાં વર્મી કમ્પોસ્ટ પણ ઉમેરી શકો છો.

રબરના છોડને ઘરમાં એવી જગ્યાએ રાખો જ્યાં થોડો સૂર્યપ્રકાશ હોય.આ સિવાય છોડની યોગ્ય વૃદ્ધિ માટે તેની કાપણી કરતા રહો.

રબરના છોડમાં જીવાત ન પડે તે માટે સમયાંતરે તેના પર લીમડાના તેલનો છંટકાવ કરતા રહો. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) ( Pic - Getty Image )
