Breaking News : સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ, દુબઈ ફ્લાઈટમાંથી 36 લાખનું સોનું જપ્ત કરાયું જુઓ Video
સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ થયો છે.દુબઈથી અમદાવાદ આવેલી ફ્લાઈટમાંથી અંદાજે 36 લાખનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આ સોનું કડાની અંદર નાંખી લઈ આવવામાં આવી રહ્યું હતુ.
સુરતમાં સોનાની દાણચોરી મામલે કસ્ટમ વિભાગની કાર્યવાહી સામે આવી છે. દુબઈથી સુરત આવેલી ફ્લાઇટમાંથી 238 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે.એર ઇન્ટેલિજન્સ યુનિટની તપાસ દરમિયાન સોનું મળ્યું છે. ફ્લાઇટ નંબર IX-274માં સીટ નંબર 21B નીચેથી સોનું મળ્યું છે.વેલ્વેટ પાઉચમાં સિલ્વર કલર આઉટર ફિનિશ કડામાં સોનું છુપાવ્યું હતું. 36 લાખની કિંમતના 24 કેરેટ ગોલ્ડ મામલે કાર્યવાહી હાલ ચાલી રહી છે.
સોનાની દાણચોરીનો પર્દાફાશ
આ પહેલા અમદાવાદ એરપોર્ટ પર પણ મોટાપાયે સોનાની દાણચોરી ઝડપાઇ હતી. અમદાવાદના એરપોર્ટ પર કસ્ટમ વિભાગે એક ગુપ્ત બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી અને દુબઈથી અમદાવાદ આવેલી ફ્લાઈટ 6E-1478માં કસ્ટમ વિભાગે તપાસ હાથ ધરી હતી.જેમાં કસ્ટમ અધિકારીઓએ એરક્રાફ્ટ એન્જિનિયરોની મદદથી, વિમાનના આગળના ટોઇલેટમાં રહેલા સ્પીકર બોક્સની અંદરથી કાળા પ્લાસ્ટિક ટેપમાં લપેટેલા બે પાઉચ જપ્ત કર્યા હતા.જ્યારે આ પાઉચને ખોલવામાં આવ્યા તો તેમાંથી 24 કેરેટના 24 સોનાના બિસ્કિટ ઝડપાયા હતા. અંદાજીત 2,799 ગ્રામ સોનાના બિસ્કિટની બજારમાં કિંમત 4.26 કરોડથી વધુની આંકવામાં આવી છે.
