AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હીજાબ, મહિલાઓના બહાર જવા પર પ્રતિબંધ ધરાવતો આ દેશ પહેલા હતો એકદમ મોર્ડન અને બોલ્ડ, જુઓ તસવીરો

પશ્વિમી એશિયામાં સ્થિત આ દેશમાં વર્તમાન સમયમાં મહિલાઓની સ્વાતંત્ર્યતા નથી. આ દેશમાં મહિલાઓને ફરજિયાત હિજાબ ફરજિયાત પહેરવો પડે છે. જો આ મહિલાઓ હિજાબ નથી પહેરતી તો તેમને સજા પણ થાય છે. પરંતુ આ દેશમાં પહેલાથી આ પ્રકારના નિયમો ન હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2024 | 2:58 PM
Share
70ના દાયકામાં ઈરાન પશ્ચિમી દેશો જેટલો બોલ્ડ અને મોર્ડન દેશ હતો. ઈરાનની પશ્ચિમી સભ્યતાનો વધારે પ્રભાવ હતા. અહીં લોકોના કપડાં અને ખાવા સહિતની આદતો પશ્ચિમી સભ્યતા અનુસાર જોવા મળતી હતી. ( Image - Pinterest )

1 / 6
ઈરાનમાં શાસક રેઝા શાહ પહેલવીના સમયમાં 1936માં હિજાબ અને બુરખા પર પ્રતિબંધ મૂક્યો હતો. સ્ત્રી સ્વાતંત્ર્યની દૃષ્ટિએ આ ખૂબ જ ક્રાંતિકારી પગલું હતું.ત્યારબાદ મોહમ્મદ મોસાદ્દીક 1952માં વડાપ્રધાન બન્યા હતા, પરંતુ 1953માં તેમની હકાલપટ્ટી કરવામાં આવી હતી.

2 / 6
આ પછી રેઝા પહેલવી દેશના નેતા બન્યા.રેઝા પહલવીના શાસનકાળમાં પણ હિજાબ અને બુરખા પર પ્રતિબંધ હતો, પરંતુ તે પછી પુરુષોએ મહિલાઓને ઘરની બહાર નીકળતા અટકાવ્યા હતા. તેણે આ નિયમમાં થોડી છૂટછાટ આપી, પણ તે પશ્ચિમી સભ્યતાની તરફેણમાં હતો.

3 / 6
લોકો રેઝા પહેલવીને અમેરિકાની 'કઠપૂતળી' કહેવા લાગ્યા. તે સમયે તેમના વિરોધી આયાતુલ્લા રૂહોલ્લાહ ખામેની હતા. 1964 માં, પહલવીએ ખમેનીને દેશનિકાલ કર્યો હતો. ત્યાર બાદ 1973માં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો ઘટવા લાગી. જેના કારણે ઈરાનની અર્થવ્યવસ્થા પડી ભાંગવા લાગી. સપ્ટેમ્બર 1978 સુધીમાં, લોકોમાં રોષ ફાટી નીકળ્યો.

4 / 6
ખામેની ફેબ્રુઆરી 1979માં ઈરાન પરત ફર્યા.બખ્તિયાર વડાપ્રધાન બન્યા પછી પણ વિરોધ પ્રદર્શન અટકી રહ્યા ન હતા. દરમિયાન, ખામેનીએ મેહદી બઝારગનને વચગાળાના વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા. હવે દેશમાં બે વડાપ્રધાન હતા.ધીરે ધીરે સરકાર નબળી પડી રહી હતી. સેનામાં પણ વિભાજન હતું. પરંતુ ધીમે ધીમે સૈન્યથી લઈને જનતા સુધી બધાએ ખામેની સામે ઝૂકવાનું શરૂ કર્યું.

5 / 6
ઈરાનમાં માર્ચ 1979માં લોકમત યોજાયો હતો. જેમાં 98 ટકાથી વધુ લોકોએ ઈરાનને ઈસ્લામિક રિપબ્લિક બનાવવાના પક્ષમાં મતદાન કર્યું હતું.ખામેની સત્તામાં આવતાની સાથે જ નવા બંધારણ પર કામ શરૂ થઈ ગયું. નવું બંધારણ ઇસ્લામ અને શરિયા પર આધારિત હતું.નવા બંધારણ બાદ ઈરાનમાં શરિયા કાયદો અમલમાં આવ્યો. અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. સ્ત્રીઓની સ્વતંત્રતા છીનવાઈ ગઈ. હવે તેમને હિજાબ અને બુરખો પહેરવો જરૂરી હતો.જે હેઠળ અધિકારીઓને અધિકાર છે કે તેઓ 60 વર્ષ સુધીની મહિલાઓ જો હિજાબ વિના બહાર આવે તો તેને જેલમાં ધકેલી શકે છે. એટલું જ નહીં, ઈરાનમાં હિજાબ ન પહેરવા પર 74 કોરડાથી લઈને 16 વર્ષની જેલની સજા થઈ શકે છે. ( Pic - Getty Images )

6 / 6
g clip-path="url(#clip0_868_265)">