AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવા વર્ષે નવા નિયમો! 1 જાન્યુઆરી, 2026 થી આ 9 મોટા રૂલ્સ બદલાઈ જશે, આની તમારા ખિસ્સા પર શું અસર પડશે?

નવા વર્ષ 2026 માં પ્રવેશતાની સાથે જ રોજિંદા જીવન સાથે સંબંધિત ઘણા મહત્વપૂર્ણ નાણાકીય અને વહીવટી નિયમો બદલાશે. આ ફેરફારો દરેક ભારતીય નાગરિકને અસર કરશે.

| Updated on: Dec 26, 2025 | 5:49 PM
Share
2025 નું વર્ષ હવે પૂરું થઈ રહ્યું છે અને વર્ષ 2026 ની શરૂઆત ફક્ત નવા સંકલ્પો સાથે જ નહીં પરંતુ આપણા રોજિંદા જીવન સાથે સંબંધિત ઘણા મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર સાથે પણ થઈ રહી છે. 1 જાન્યુઆરી 2026 થી બેંકિંગ, સેલેરી, સોશિયલ મીડિયા અને ખેડૂતોને લગતા ઘણા નવા નિયમો અમલમાં આવશે, જે તમારા ખિસ્સાને સીધી રીતે અસર કરશે.

1 / 10
નવા વર્ષથી બેંકિંગ સિસ્ટમ વધુ પારદર્શક અને ઝડપી બનવાની તૈયારીમાં છે. અત્યાર સુધીમાં 'ક્રેડિટ બ્યુરો' દર 15 દિવસે 'ક્રેડિટ સ્કોર્સ' અપડેટ કરતા હતા પરંતુ 1 જાન્યુઆરીથી હવે તે સાપ્તાહિક અપડેટ કરવામાં આવશે. આનાથી લોન પાત્રતા અને ક્રેડિટ હિસ્ટરીની માહિતી રિયલ-ટાઈમમાં ઉપલબ્ધ થશે.

2 / 10
SBI, PNB અને HDFC જેવી મોટી બેંકોએ લોનના દરમાં ઘટાડો કરવાનો સંકેત આપ્યો છે. વધુમાં, નવા ફિક્સ્ડ ડિપોઝિટ (FD) વ્યાજ દરો પણ જાન્યુઆરીથી અમલમાં આવશે.

3 / 10
બેંકિંગ અને સરકારી સેવાઓનો લાભ લેવા માટે PAN ને આધાર સાથે જોડવું હવે ફરજિયાત થઈ ગયું છે. આવું ન કરવાથી તમારી બેંકિંગ સેવાઓમાં સમસ્યા ઊભી થઈ શકે છે.

4 / 10
ઓનલાઈન છેતરપિંડી અટકાવવા માટે સરકાર અને બેંકો કડક વલણ અપનાવી રહી છે. ડિજિટલ પેમેન્ટના ધોરણો કડક બનાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને, સ્પામ અને નાણાકીય છેતરપિંડીને રોકવા માટે WhatsApp, Telegram અને Signal જેવી મેસેજિંગ એપ્સ માટે સિમ વેરિફિકેશનના નિયમો કડક કરવામાં આવશે.

5 / 10
ભારત સરકાર બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને સલામતી અંગે ચિંતિત છે. ઓસ્ટ્રેલિયા અને મલેશિયાના ઉદાહરણને અનુસરીને ભારતમાં પણ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા ઉપયોગ પર કડક પ્રતિબંધ લાગુ કરી શકાય છે. આમાં ઉંમર વેરિફિકેશન અને માતા-પિતાના નિયંત્રણ જેવા ફીચર્સનો સમાવેશ થશે.

6 / 10
નવું વર્ષ સરકારી કર્મચારીઓ માટે નોંધપાત્ર રાહત લાવી શકે છે. 8 મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી, 2026 થી લાગુ થવાની પ્રબળ શક્યતા છે. મોંઘવારી ભથ્થામાં પણ વધારો થવાની અપેક્ષા છે, જેનાથી કર્મચારીઓના હાથમાં રહેલા પગારમાં વધારો થશે.

7 / 10
ખેડૂતોને મળતી સરકારી સહાય હવે વધુ સુવ્યવસ્થિત બનશે. ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં PM-કિસાન યોજનાનો લાભ મેળવવાનું ચાલુ રાખવા માટે ખેડૂતોને પોતાની એક વિશિષ્ટ ઓળખ આઈડી બનાવવી પડશે. PM કિસાન ફસલ વીમા યોજનાના અંતર્ગત હવે જંગલી પ્રાણીઓ દ્વારા થનાર પાકના નુકસાનને પણ આવરી લેવામાં આવશે. જો કે, તેની શરત એવી રહેશે કે, નુકસાનની માહિતી 72 કલાકની અંદર નોંધાવવી પડશે.

8 / 10
પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે દિલ્હી-એનસીઆરમાં વાણિજ્યિક વાહનો પર વધુ નિયંત્રણો લાદવામાં આવી શકે છે. જૂના ડીઝલ અને પેટ્રોલ વાણિજ્યિક વાહનોના પ્રવેશ પર નવા નિયંત્રણો લાદવામાં આવી શકે છે, જે લોજિસ્ટિક્સ અને ડિલિવરી સર્વિસ પર ડાયેરક્ટ અસર કરી શકે છે.

9 / 10
દર મહિનાની પહેલી તારીખની જેમ LPG સિલિન્ડર, કોમર્શિયલ ગેસ અને એવિએશન ફ્યુઅલ (ATF) ના ભાવની સમીક્ષા 1 જાન્યુઆરીએ કરવામાં આવશે. વધુમાં ઇન્કમ ટેક્સ વિભાગ એક નવું પહેલાથી ભરેલું ITR ફોર્મ રજૂ કરી શકે છે, જે ટેક્સ ફાઇલિંગને સરળ બનાવશે અને વિભાગનું મોનિટરિંગ વધુ સચોટ બનાવશે.

10 / 10

આ પણ વાંચો: પાસપોર્ટ ફોટામાં હસવાની મનાઈ કેમ હોય છે? આની પાછળનું સાચું કારણ તમને ખબર છે કે નહીં?

g clip-path="url(#clip0_868_265)">