AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખાલી 1% વ્યાજે લોન ! તમારા PPF એકાઉન્ટ પર જ મેળવો સૌથી સસ્તું ધિરાણ

મોટાભાગના લોકો જ્યારે અચાનક પૈસાની જરૂર પડે, ત્યારે મૂંઝવણમાં મુકાઈ જાય છે. જો તમારી પાસે PPF ખાતું હોય, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઘણા લોકો માને છે કે, PPF માત્ર લાંબાગાળાની બચત માટેનું સાધન છે પરંતુ તમે જરૂર પડ્યે આ જ ખાતા પર ખૂબ ઓછા વ્યાજે લોન પણ લઈ શકો છો.

| Updated on: Apr 06, 2026 | 8:42 PM
Share
ક્યારેક જિંદગી એવા વળાંક પર લાવીને ઊભા કરી દે છે કે, જ્યાં અચાનક પૈસાની જરૂર પડી જાય છે અને સમજ નથી પડતી કે, શું કરવું? મોટાભાગના લોકો PPF ને માત્ર બચત અને ટેક્સ બચાવવાનું સાધન માને છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, જરૂર પડ્યે આ જ ખાતામાંથી લોન પણ લઈ શકાય છે. સારી વાત એ છે કે, આ માટે ન તો લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને ન તો વધારે વ્યાજનું દબાણ હોય છે. ટૂંકમાં, તમારા પોતાના બચાવેલા પૈસા જ જરૂરિયાતના સમયે સહારો બની શકે છે.

1 / 6
PPF લોન ખરેખર તમારા પોતાના ખાતામાં જમા પૈસાની સામે લેવામાં આવતું એક નાનું ધિરાણ છે. સરળ ભાષામાં સમજીએ તો, જ્યારે મેચ્યોરિટી પહેલા પૈસાની જરૂર પડે છે, ત્યારે આ એક સરળ વિકલ્પ બની જાય છે. આ લોન માટે તમે ખાતું ખોલાવ્યાના ત્રીજા વર્ષથી લઈને છઠ્ઠા નાણાકીય વર્ષની વચ્ચે જ અરજી કરી શકો છો. લોન લેવા માટે સૌથી પહેલા તમારે ફોર્મ D ભરવું પડે છે, જે તમારી નજીકની પોસ્ટ ઓફિસ અથવા એ જ બેંકની બ્રાન્ચમાંથી મળી જાય છે, જ્યાં તમારું PPF ખાતું છે. ફોર્મ ભરતી વખતે તમારે તમારો PPF એકાઉન્ટ નંબર, કેટલી રકમની લોન જોઈએ છે, પાસબુકની નકલ અને એક લેખિત જાહેરાત આપવાની હોય છે કે, તમે સમયસર લોન અને તેનું વ્યાજ ચૂકવી દેશો. ત્યારબાદ ભરેલું ફોર્મ તે જ બેંક કે પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાનું રહે છે.

2 / 6
આખી પ્રક્રિયા સરળ છે અને વધુ સમય લેતી નથી. બધા જ PPF એકાઉન્ટ ધારકો લોનની સુવિધા લઈ શકે છે પરંતુ એમાંય કેટલીક શરતો (તમે પ્રી-મેચ્યોર વિડ્રોલ માટે હજુ પાત્ર ન હોવ, એટલે કે ખાતું ખોલાવવાના શરૂઆતના વર્ષોમાં હોવ) છે. લોન માત્ર ત્રીજા નાણાકીય વર્ષથી છઠ્ઠા નાણાકીય વર્ષ સુધી જ ઉપલબ્ધ છે.

3 / 6
ઉદાહરણ તરીકે, જો તમે વર્ષ 2023-24 માં ખાતું ખોલાવ્યું હોય તો વર્ષ 2025-26 થી વર્ષ 2028-29 ની વચ્ચે લોન લઈ શકો છો. આ એક શોર્ટ ટર્મ લોન છે, જેને 36 મહિનામાં ચૂકવવી જરૂરી છે. જો પહેલી લોન સમયસર ચૂકવવામાં આવે, તો છઠ્ઠા વર્ષ પહેલા બીજી લોન પણ લઈ શકાય છે. લોનની મહત્તમ રાશિ તમારા PPF ખાતાના બેલેન્સ પર આધાર રાખે છે. તમે 25 ટકા સુધી લોન લઈ શકો છો. આ ટકાવારી તે બેલેન્સની હોય છે, જે લોન અરજી વાળા વર્ષથી બરાબર 2 વર્ષ પહેલાના અંતમાં હતી. ધારો કે, લોન લેવાના વર્ષથી 2 વર્ષ પહેલા તમારા ખાતામાં 4 લાખ રૂપિયા હતા, તો તમે મહત્તમ 1 લાખ રૂપિયાની લોન લઈ શકો છો. જો કે, તેનાથી વધુ લોન નહીં મળે.

4 / 6
PPF લોન પર વ્યાજ ઘણું ઓછું રાખવામાં આવ્યું છે, તેથી તેને સસ્તી લોન માનવામાં આવે છે. જો તમે લીધેલ લોન 36 મહિનાની અંદર ચૂકવી દો છો, તો તમારે માત્ર 1 ટકા વાર્ષિક વ્યાજ આપવું પડે છે પરંતુ જો તમે 36 મહિના પછી લોન ચૂકવો છો, તો વ્યાજ વધીને 6 ટકા વાર્ષિક થઈ જાય છે અને આ વ્યાજ લોન મળ્યાની તારીખથી જ ગણવામાં આવે છે. એક જરૂરી વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે, જ્યાં સુધી તમારી લોન ચાલતી હોય, તે દરમિયાન તમારા PPF ખાતા પર તેટલા પૈસાનું વ્યાજ ઉમેરાતું નથી. આથી પ્રયત્ન એ જ કરો કે, લોન સમયસર ચૂકવી દો, જેથી નુકસાન ઓછું થાય. વ્યાજની ગણતરી લોન મળ્યાના મહિનાના પહેલા દિવસથી શરૂ થાય છે.

5 / 6
લોન ચૂકવવાની સમય મર્યાદા 36 મહિના છે. પહેલા પ્રિન્સિપલ એટલે કે મૂળ રકમ પૂરી કરવી પડે છે. તેને એકસાથે અથવા તો હપ્તામાં ચૂકવી શકાય છે. મૂળ રકમ ચૂકવ્યા પછી વ્યાજને બે અથવા તેનાથી ઓછા હપ્તામાં આપવાનું હોય છે. જો વ્યાજનો થોડો હિસ્સો ચૂકવવામાં ન આવ્યો હોય, તો બાકીની રકમ સીધી તમારા PPF ખાતામાંથી કાપી લેવામાં આવશે. આથી પ્લાનિંગ કરીને સમયસર પેમેન્ટ કરો, જેથી ખાતાનું બેલેન્સ સુરક્ષિત રહે. PPF લોન જરૂરિયાતના સમયે કામ આવે છે પરંતુ લાંબા સમયની બચતને ધ્યાનમાં રાખીને જ લેવી જોઈએ. નિયમોનું પાલન કરવાથી ટેક્સના ફાયદા અને વ્યાજ પણ જળવાઈ રહે છે.

6 / 6

Breaking News: સરકારનો મોટો નિર્ણય… સોનામાં 7.6% અને ચાંદીમાં 14% ની રાહત, શું ગ્રાહકોને આનો ફાયદો મળશે?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">