Breaking News: “બુલડોઝરનો બદલો લેવાનો સમય આવી ગયો છે”: ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની લઘુમતીઓને આક્રમક અપીલ-જુઓ Video
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ વિવાદિત નિવેદન આપતા જણાવ્યું કે, બુલડોઝરનો બદલો લેવાનો સમય આવી ગયો છે, ગરમી ભૂલી મતદાન કરો.
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે અમદાવાદના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ એક અત્યંત સૂચક અને આક્રમક નિવેદન આપ્યું છે. મતદાનના દિવસે લઘુમતી સમુદાયના મતદારોને સંબોધતા ખેડાવાલાએ જણાવ્યું હતું કે, “હવે બુલડોઝરનો બદલો લેવાનો સમય આવી ગયો છે.”
તેમણે મતદારોને આકરા તાપ અને ગરમીની પરવા કર્યા વગર મોટી સંખ્યામાં મતદાન મથકો પર પહોંચવા વિનંતી કરી હતી. ખેડાવાલાએ ભારપૂર્વક કહ્યું કે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને જ અન્યાય સામે અવાજ ઉઠાવી શકાય છે. ચૂંટણીના માહોલમાં ‘બુલડોઝર’ શબ્દનો પ્રયોગ કરીને તેમણે રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે. ખેડાવાલાની આ અપીલ બાદ લઘુમતી બહુલ વિસ્તારોમાં મતદાન પર કેવી અસર પડે છે, તેના પર હવે સૌની નજર રહેશે.
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જામ્યો જંગ: આકરા તાપ વચ્ચે પંચાયતોમાં 52% અને મનપામાં સરેરાશ 48.55% મતદાન, જાણો ક્યાં કેટલું થયું વોટિંગ- જુઓ Video
Published on: Apr 26, 2026 06:43 PM
Follow Us
Latest Videos
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
