Breaking News: અમદાવાદમાં મતદાન દરમિયાન હિંસા !, દાણીલીમડામાં ભાજપના ઉમેદવાર પર હુમલો, બે કલાકથી બેભાન અવસ્થામાં
દાણીલીમડાની શાળામાં મતદાન દરમિયાન ઘર્ષણ થતા ભાજપના ઉમેદવાર વિનોદચંદ્ર પરમારને ગંભીર ઈજા પહોંચી છે. છેલ્લા બે કલાકથી તેઓ બેભાન અવસ્થામાં છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન દરમિયાન અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં મોટું ઘર્ષણ સર્જાયું છે. અહીંની એમ.એસ. પબ્લિક શાળામાં મતદાન પ્રક્રિયા દરમિયાન રાજકીય જૂથો વચ્ચે બબાલ થઈ હતી, જેમાં ભાજપના ઉમેદવાર વિનોદચંદ્ર પરમારને ગંભીર ઈજાઓ પહોંચી છે.
ઘટના બાદ ઈજાગ્રસ્ત ઉમેદવારને તાત્કાલિક એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહેવાલો મુજબ, વિનોદચંદ્ર પરમાર છેલ્લા બે કલાકથી બેભાન અવસ્થામાં છે અને હજુ સુધી તેમને હોશ આવ્યો નથી. આ ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલી ફેલાઈ છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મતદાન મથકે થયેલી આ હિંસાને કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
Breaking News: “બુલડોઝરનો બદલો લેવાનો સમય આવી ગયો છે”: ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની લઘુમતીઓને આક્રમક અપીલ-જુઓ Video
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
