Breaking News: AAPમાં શોક… ચૂંટણીના માહોલ વચ્ચે ઉમેદવારનું હૃદયરોગના હુમલાથી નિધન – જુઓ Video
જામનગરમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 3 ના 38 વર્ષીય ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે.
જામનગરમાં રાજકીય ક્ષેત્રે દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેમાં આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 3 ના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે.
38 વર્ષીય નરેન્દ્રસિંહ જાડેજાએ ગઈકાલે છાતીમાં દુખાવો થતા હોસ્પિટલમાં સારવાર લીધી હતી, જે બાદ આજે ફરી દુખાવો ઉપડતા તેમનું નિધન થયું છે. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકીય વર્તુળમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, વોર્ડ નંબર 3 માં બપોરના 3 વાગ્યા સુધી 36 ટકા મતદાન નોંધાયું છે. આ સિવાય જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં બપોરે 3:28 વાગ્યા સુધીમાં કુલ 39.81% મતદાન નોંધાયું છે. શહેરના કુલ 16 વોર્ડના 4,42,841 મતદારોમાંથી અત્યાર સુધીમાં 1,76,282 લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. પુરુષોમાં 43.67% અને સ્ત્રીઓમાં 35.73% મતદાન થયું છે.
બેદરકારી કે મિલીભગત ? મતદાન મથકો પર અવ્યવસ્થા અને બોગસ વોટિંગની ફરિયાદોથી રાજકીય માહોલ ગરમાયો
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
