AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મતદાન કરવા જઈ રહ્યા છો? તો ઘરેથી નીકળતા પહેલા ચેક કરી લો આ લિસ્ટ, આ 15 ડોક્યુમેન્ટ્સથી મળશે એન્ટ્રી

ગુજરાતમાં 26 એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ પૂર્ણ કરી છે. મતદાન માટે વોટર આઈડી (EPIC) કાર્ડ સૌથી મહત્વનું છે, પરંતુ જો તમારી પાસે તે ન હોય, તો પંચે અન્ય 15 સરકારી દસ્તાવેજોની યાદી જાહેર કરી છે જે બતાવીને તમે તમારા મતાધિકારનો ઉપયોગ કરી શકો છો.

| Updated on: Apr 25, 2026 | 6:09 PM
Share
મતદાનનો સમય અને મુખ્ય પુરાવો: આવતીકાલે એટલે કે 26 એપ્રિલના રોજ ગુજરાતની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં મતદાન થવાનું છે. રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી શરૂ થશે.  મતદાન માટે સૌથી પહેલો અને અનિવાર્ય દસ્તાવેજ 'ચૂંટણી ઓળખપત્ર' (EPIC કાર્ડ) છે. મતદાન મથક પર તમારી ઓળખ સાબિત કરવા માટે આ કાર્ડ રજૂ કરવું જરૂરી છે.

1 / 5
જો ચૂંટણી કાર્ડ (EPIC) ન હોય તો શું કરવું?: જો તમારું નામ મતદાર યાદીમાં છે પરંતુ તમારી પાસે વોટર આઈડી કાર્ડ નથી, તો ગભરાવાની જરૂર નથી. તમે આધાર કાર્ડ, પાન કાર્ડ (PAN Card) અથવા ડ્રાઈવિંગ લાયસન્સ બતાવીને પણ વોટ આપી શકો છો. આ ઉપરાંત, કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ ફોટો સાથેનું સર્વિસ આઈડી કાર્ડ પણ માન્ય રહેશે.

2 / 5
બેંક પાસબુક અને અન્ય સરકારી દસ્તાવેજો: ચૂંટણી પંચે વિકલ્પ તરીકે અનેક દસ્તાવેજોને માન્યતા આપી છે. જેમાં ફોટો વાળી બેંક અથવા પોસ્ટ ઓફિસની પાસબુક (જે મતદાનની તારીખથી 1 મહિના પહેલાની હોવી જોઈએ), મનરેગા જોબ કાર્ડ અને હેલ્થ ઇન્શ્યોરન્સ સ્માર્ટ કાર્ડનો સમાવેશ થાય છે. સાથે જ પેન્શન મેળવતા નાગરિકો તેમનું ફોટો વાળું પેન્શન સર્ટિફિકેટ બતાવીને પણ મતદાન કરી શકે છે.

3 / 5
દિવ્યાંગો અને નિવૃત્ત કર્મચારીઓ માટે વિશેષ છૂટ: દિવ્યાંગ વ્યક્તિઓ માટે તેમનું ફોટો વાળું વિકલાંગતા પ્રમાણપત્ર માન્ય ગણાશે. આ ઉપરાંત, માજી સૈનિકો (Ex-servicemen) માટે તેમની પેન્શન બુક અથવા ડિપેન્ડન્ટ સર્ટિફિકેટ પણ ઓળખના પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે. ખાસ ધ્યાન રાખવું કે આ તમામ દસ્તાવેજોમાં તમારો ફોટો સ્પષ્ટ હોવો જોઈએ.

4 / 5
મતદાન મથક પર આટલું ધ્યાન રાખજો: તમારો મત આપવા જતી વખતે વેલિડ ફોટો આઈડી ચોક્કસ સાથે રાખજો. ગરમીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા દરેક બૂથ પર મંડપ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.  મતદાન મથકની અંદર મોબાઈલ ફોન લઈ જવાની મનાઈ હોય છે, તેથી તે બાબતનું ખાસ ધ્યાન રાખવું. લોકશાહીના આ પર્વમાં તમારો અમૂલ્ય મત આપીને જવાબદાર નાગરિકની ફરજ બજાવો.

5 / 5

ચૂંટણીના પર્વ પર ગરમીનો પડકાર! તંત્રનો હુંકાર- ‘તમામ પડકારો ઝીલવા તંત્ર સજ્જ’, મતદારો માટે બૂથ પર કરાઈ ખાસ વ્યવસ્થા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">