Photos : ડિમ્પલ યાદવથી લઈને અપર્ણા યાદવ સુધી, મુલાયમ સિંહની પુત્રવધૂઓએ લગ્નમાં પહેર્યો હતો આ બ્રાઈડલ પોશાક
આજે અમે તમને બતાવીશુ કે મુલાયમ સિંહ યાદવના પરિવારની પુત્રવધૂઓએ તેમના લગ્નમાં કેવા પોશાક પહેર્યો હતા.

મુલાયમ સિંહ યાદવ પરિવારના તમામ સભ્યો UPના રાજકારણમાં સક્રિય છે.જ્યારે પરિવારની કેટલીક મહિલાઓ પણ રાજકારણ તરફ વળી છે.

ડિમ્પલ મુલાયમ સિંહની મોટી વહુ છે.તમને જણાવી દઈએ કે, તેણે અખિલેશ યાદવ સાથે લગ્ન કર્યા છે.તેણે 24 નવેમ્બર 1999ના રોજ લગ્ન કર્યા હતા.ડિમ્પલ યાદવે તેના લગ્નમાં રેડ કલરનો લહેંગો પહેર્યો હતો.

અપર્ણા યાદવ મુલાયમ સિંહ યાદવની નાની વહુ છે. તેણે અખિલેશ યાદવના સાવકા ભાઈ પ્રતીક સાથે લગ્ન કર્યા છે.અપર્ણાએ તેના લગ્નમાં લાલ લહેંગામાં જોવા મળી હતી.

લાલુ પ્રસાદ યાદવની સૌથી નાની પુત્રી રાજલક્ષ્મીના લગ્ન મુલાયમ સિંહ યાદવના પૌત્ર તેજ પ્રતાપ સિંહ સાથે થયા છે. રાજલક્ષ્મી તેના વેડિંગ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

શિવપાલ યાદવના પુત્ર આદિત્ય સાથે રાજલક્ષ્મી સિંહના લગ્ન થયા છે. ડિમ્પલ અને અપર્ણાની જેમ રાજલક્ષ્મી પણ રાજપૂત પરિવારની છે.તેણે લગ્નમાં લાલ રંગના ડિઝાઈનર લહેંગામાં જોવા મળી હતી.