AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Morbi News: વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ મોરબી કાર્યક્રમની શરૂઆત, 3000 કરોડના MOU થવાની આશા

મોરબીમાંથી બે દિવસ માટે ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા આ કાર્યક્રમનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. હાલ સમગ્ર રાજ્યમાં ‘ગ્લોબલ સમિટ’ યોજાઈ રહ્યો છે ત્યારે ‘વાઇબ્રન્ટ ગુજરાત’ કાર્યક્રમના ભાગરૂપે વિવિધ જિલ્લાઓમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં મોરબી ખાતે યોજાયેલા 'વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમનો શુભારંભ થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2023 | 5:43 PM
Share
ગુજરાતમાં જાન્યુઆરી, 2024માં આયોજિત થનાર વાઇબ્રન્ટ સમિટ પૂર્વે વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેની કડીમાં મોરબી ખાતે 'વાઇબ્રન્ટ મોરબી' કાર્યક્રમ યોજાયો છે.

1 / 7
વિશ્વભરના રોકાણકારોને ગુજરાતમાં આકર્ષવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદે 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ'ની વર્ષ 2003માં શરૂઆત કરાવી હતી.

2 / 7
મંત્રી જગદીશ વિશ્વકર્મા એ જણાવ્યું હતું કે, મોરબી એટલે સીરામીકનું હબ આખા વિશ્વમાં 75 ટકા કરતા વધારે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ હોઈ તો એ મોરબીની છે. દેશ વિદેશમાં મોરબીનો ડંકો ખુબ વાગી રહ્યો છે.

3 / 7
60 હજાર કરોડ કરતાં વધારે રૂપિયાનું એક્ષ્પોર્ટસ મોરબીમાંથી થાય છે. વોલ કલોક પણ ખુબ મોટું હબ છે. મોરબીમાં એ તાકાત છે કે કોઈ પણ ચેલેન્જો કોઈ પણ પડકારો સાથે નવા ઉદ્યોગોને નવા સાહસિકતાને લોકો ઉપાડી લે છે.

4 / 7
આજે વરમોરા કંપનીએએ લગભગ એક હજાર કરોડના MOU કર્યા છે. બે દિવસમાં અંદાજીત 2500થી 3000 કરોડના MOU મોરબી જિલ્લામાંથી થવાના છે.

5 / 7
સિરામિક એસોસીએશનના પ્રમુખે જણાવ્યું હતું કે, આજે 1500થી 1700 કરોડના MOU થઈ ગયા છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં 5 હજાર કરોડનું નવું રોકાણ આવી રહ્યું છે. સાથે સાથે પ્રમુખે એવું કહ્યું હતી કે મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીઝ ચંદ્રયાનની સ્પીડની માફક વિકાસ કરી રહી છે. મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીઝને કોઈ પણ બાબતમાં પ્રાયોરીટી આપવામાં આવે જેમ કે કોઈ પણ સર્ટીફીકેટ, લાઈસન્સ, ઈલેક્ટ્રીસીટી કનેક્શન, ગેસ કનેક્શનમાં પ્રાયોરીટી આપવામાં આવે તો ઉદ્યોગકારો ને સરળતા રહેશે અને ઉદ્યોગની સ્પીડ વધશે.

6 / 7
મોરબી જિલ્લામાં આવેલ વિશાળ ઉદ્યોગિક વિસ્તારમાં પાયાની સવલત નથી. ઉધોગોના રોડ રસ્તા અને પાણી જેવી પાયાની સવલતોના અભાવને કારણે ઉદ્યોગનો વિકાસ રૂંધાઇ ગયો છે. (With Input Credit- Rajesh Ambaliya morbi)

7 / 7
g clip-path="url(#clip0_868_265)">