Mobile Phone Tips: મોબાઈલની બેટરી લાઈફને વધારવા અપનાવો આ પાંચ રીત, નહીં કરવો પડે વારંવાર ફોન ચાર્જ
તમારા ફોનમાં એવી ઘણી વસ્તુઓ છે જેના કારણે વધુ બેટરીનો વપરાશ થાય છે. આ ઉપાયથી તમે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.


Symbolic Image

હાલ સ્માર્ટફોન ડિસ્પ્લે મોટા અને બ્રાઈટ હોય છે, જે તમારા ફોનની બેટરી લાઈફને ખતમ કરે છે. તેથી હંમેશા બ્રાઈટનેસ લો રાખવી. આ સિવાય તમે ઓટો-બ્રાઈટનેસને એક્ટિવેટ કરી શકો છો. જે વર્તમાન લાઇટિંગ અનુસાર એડજસ્ટ કરે છે. ઉપરાંત, આ તમારા ફોનની બેટરી બચાવશે.

જ્યારે તમારા ફોનમાં GPS ફીચરની જરૂર ન હોય ત્યારે તેને બંધ રાખો. તમે સેટિંગ્સ > પ્રાઈવસી > લોકેશન સર્વિસ દ્વારા લોકેશન બંધ કરી શકો છો. આ સાથે, જો તમે તમારા ફોનની બેટરીને ઝડપથી ખતમ થવાથી બચાવવા માંગો છો, તો તમારા ફોનમાં એપ્સ અને ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ રાખવી જરૂરી છે. આ માટે તમારે ફોનમાં ઓટોમેટિક એપ અપડેટને ઓન કરવું જોઈએ.

બેટરી ડ્રેન સામે સૌથી મજબૂત હથિયારોમાંનું એક પાવર સેવિંગ મોડ છે. તેને ઈનેબલ કરવાથી ફોન માત્ર અત્યંત આવશ્યક કાર્યો જ કરી શકે છે, જ્યારે ડાઉનલોડ્સ અને મેઇલ ફેચ જેવી બેગ્રાઉન્ડ પ્રવૃત્તિઓને અટકાવે છે.

Symbolic Image (File Photo)



























































