LPG થી લોન EMI સુધી, ડિસેમ્બર 2025 માં તમારા ખિસ્સા પર અસર કરનારા મોટા ફેરફારો વિશે તમે નહીં જાણતા હોવ
ડિસેમ્બર 2025 થી અનેક નાણાકીય નિયમો બદલાશે, જે તમારા માસિક બજેટને સીધી અસર કરશે. LPG અને ATF ભાવમાં ફેરફાર, 18 બેંક રજાઓ, લોન EMI ઘટવાની શક્યતા, H-1B વિઝા અને ભારત-અમેરિકા ટેરિફ કરાર અપડેટ્સ મુખ્ય છે.

1 ડિસેમ્બર 2025થી અનેક નાણાકીય નિયમોમાં ફેરફારો થવાના છે, જે સીધો-સીધો પ્રભાવ તમારા માસિક બજેટ અને દૈનિક ખર્ચ પર પાડી શકે છે. બેંક લોન દર, બેંક રજાઓ, LPG દરોમાં સુધારો અને પેન્શન સંબંધિત નિયમોમાં અપડેટ જેવી અનેક મહત્વની બાબતો ડિસેમ્બરથી અમલમાં આવશે.

LPG અને ATF ભાવમાં ફેરફાર : ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દર મહિનાની 1મી તારીખે ઘરેલુ અને વાણિજ્યિક LPG તેમજ ATF (એર ટર્બાઇન ફ્યુઅલ)ના ભાવમાં સુધારો કરે છે. કિંમતો આંતરરાષ્ટ્રીય ફ્યુઅલ પ્રાઇસ અને વિદેશી વિનિમય દર પર આધારિત હોય છે. જો 1 ડિસેમ્બરે ભાવ વધશે અથવા ઘટશે, તો 14.2 કિ.ગ્રા ઘરેલુ LPG સિલિન્ડર અને 19 કિ.ગ્રા વ્યાવસાયિક સિલિન્ડર બંનેના ભાવ પર અસર પડશે. ATF વધઘટને કારણે વિમાન ભાડામાં પણ ફેરફાર થઈ શકે છે.

ડિસેમ્બર 2025 માટે બેંક રજાઓની યાદી : RBI અનુસાર ડિસેમ્બર 2025 માં કુલ 18 બેંક રજાઓ રહેશે, જેમાં રવિવાર, બીજો શનિવાર અને ચોથો શનિવારનો સમાવેશ થાય છે. આગામી મહિને બેંક રજાઓની વાત કરવામાં આવે તો, 1, 3, 7, 12, 13, 14, 18, 19, 20, 21, 24, 25, 26, 27, 28, 30 અને 31 ડિસેમ્બર. નોંધ: બેંક રજાઓ રાજ્ય પ્રમાણે બદલાય છે, તેથી તમારા વિસ્તાર માટે લાગુ પડતી તારીખોની ખાતરી કરવા માટે સ્થાનિક બેંક શાખાની ચકાસણી કરવી જરૂરી છે.

શું લોન EMI માં ફેરફાર થશે? : RBI ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક 3 થી 5 ડિસેમ્બર વચ્ચે યોજાશે. આ બેઠકમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટની ઘટાડાની શક્યતા છે, જે 5.5% પરથી 5.25% થઈ શકે છે. જો રેપો રેટ ઘટશે, તો હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનની EMI ઘટવાની પૂરી શક્યતા છે.

H-1B વિઝા પર અપડેટની વાત કરવામાં આવે તો યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે ડિસેમ્બર 2025 US Visa Bulletin જાહેર કર્યું છે. આમાં રોજગાર આધારિત ઇમિગ્રન્ટ વિઝાની Final Action Dates અને Dates for Filing સંબંધિત અપડેટ્સ પ્રકાશિત થયા છે, ખાસ કરીને ભારત માટે પ્રોસેસિંગ પ્રગતિ દર્શાવવામાં આવી છે.

ભારત-અમેરિકા ટેરિફ કરારમાં મોટી અપડેટ સામે આવી છે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલના જણાવ્યા મુજબ, ભારત ડિસેમ્બર અંત સુધી અમેરિકા સાથે પારસ્પરિક ટેરિફ ફ્રેમવર્ક કરારને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારીમાં છે. આ પગલું બે દેશો વચ્ચેના વ્યાપારિક તણાવને ઘટાડીને ભવિષ્યના દ્વિપક્ષીય વેપારને મજબૂત બનાવશે.

પેન્શનરો અને TDS માટે મહત્વપૂર્ણ છેલ્લી તારીખ જેમાં NPS થી UPS માં ટ્રાન્સફર કરવાની અંતિમ તારીખ 30 નવેમ્બર, પેન્શનરો માટે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની અંતિમ તારીખ, 30 નવેમ્બર (બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ડિજિટલ અથવા ભૌતિક), TDS ફાઇલ કરવાની અંતિમ તારીખ 30 નવેમ્બર (કલમ 194-IA, 194-IB, 194M અને 194S હેઠળ ઓક્ટોબરમાં થયેલા હાઈ-વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ માટે) સમયમર્યાદા ચૂકી જવાથી આવકવેરા વિભાગ તરફથી દંડ અથવા નોટિસ આવેલી શકે છે.
