Lenskart IPO Listing: લેન્સકાર્ટનો શેર પહેલા જ દિવસે ધડામ ! રુ. 402નો શેર 390 પર ખુલતા રોકાણકારોને લાગ્યો ઝટકો
જો તમે લેન્સકાર્ટના IPOમાં રોકાણ કર્યું હોય અને ફાળવણી મળી હોય, તો આ સમાચાર આઘાતજનક હોઈ શકે છે. ચશ્મા બ્રાન્ડ લેન્સકાર્ટના શેર આજે સ્થાનિક શેરબજારમાં ઘટાડા સાથે લિસ્ટ થયો છે.

લેન્સકાર્ટ સોલ્યુશન્સનો શેર લિસ્ટિંગ સમયે તૂટી પડ્યો છે. રોકાણકારોને પહેલા જ દિવસે નુકસાન સહન કરવું પડ્યું હતું. લેન્સકાર્ટ સોલ્યુશન્સ લિમિટેડના શેર BSE પર લગભગ 3 ટકા ઘટીને ₹390 પર લિસ્ટ થયા હતા. NSE પર લિસ્ટેડ ચશ્મા કંપનીના શેર 1.74 ટકા ઘટીને ₹395 પર લિસ્ટ થયા હતા. લેન્સકાર્ટના IPO માટે પ્રાઇસ બેન્ડ ₹402 પ્રતિ શેર હતો ત્યારે 12 રુપિયાના ઘટાડા સાથે શેર ખુલ્યો હતો. પણ માર્કેટ બંધ થતા શેરમાં થોડો વધારો જોવા મળ્યો છે આ શેર માર્કેટ બંધ થતા 404 રુપિયા પર બંધ થયો છે.

લેન્સકાર્ટ IPOમાં 37 શેરનો લોટ સાઈઝ હતો, જેના માટે રોકાણકારોએ ₹14,874 ની બોલી લગાવવાની જરૂર હતી. કંપનીએ તેના કર્મચારીઓને પ્રતિ શેર ₹19 નું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું હતું.

IPO 30 ઓક્ટોબરે એન્કર રોકાણકારો માટે ખુલ્યો હતો. કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી ₹3,268.36 કરોડ એકત્ર કર્યા હતા. વધુમાં, લેન્સકાર્ટ સોલ્યુશન્સ IPO ત્રણ દિવસના ઓપનિંગ દરમિયાન 28 વખત ઓવરસબ્સ્ક્રાઇબ થયો હતો.

રિટેલ કેટેગરીમાં સૌથી વધુ 7.56 વખત IPO સબસ્ક્રાઇબ થયો હતો, ત્યારબાદ QIB કેટેગરી 40.36 વખત અને NII કેટેગરી 18.23 વખત સબસ્ક્રાઇબ થઈ હતી. IPO 31 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી રિટેલ રોકાણકારો માટે ખુલ્લો હતો.

ગ્રે માર્કેટ પહેલાથી જ લેન્સકાર્ટના IPOથી સાવચેત હતું. આજે, ગ્રે માર્કેટમાં IPO ₹10 ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો હતો, જેના કારણે રોકાણકારો મજબૂત લિસ્ટિંગની આશા ગુમાવી રહ્યા હતા.

લેન્સકાર્ટના IPOનું કદ ₹7,278.76 કરોડ હતું. કંપનીએ નવા ઇશ્યૂ દ્વારા 53.5 મિલિયન શેર જારી કર્યા. દરમિયાન, ઓફર ફોર સેલ હેઠળ 127.6 મિલિયન શેર વેચાયા હતા.
Gold Price Today: સોનાના ભાવમાં ફરી ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી; ચેક કરો લેટેસ્ટ ભાવ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
