Photo : જાણો મહાભારતમાં વર્ણિત અર્જુનના વિવિધ નામ પાછળનું રહસ્ય

કૃષ્ણના પરમ સખા અર્જુન સ્વયં કૃષ્ણના નામે ઓળખાય છે. અર્જુન સહેજ શ્યામ વર્ણના હતા અને બાળપણથી જ સૌને અત્યંત પ્રિય હતા. કહે છે કે તેમના પિતા પાંડુએ પ્રીતિને કારણે જ અર્જુનનું કૃષ્ણ એવું નામ પાડ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 2:16 PM
મહાભારતના મહારથી અર્જુન વિશે તો બધાં જાણતા જ હોય. મહાભારતમાં આ અર્જુનના વિવિધ નામોનો ઉલ્લેખ મળે છે. પાર્થ, કૌન્તેય જેવાં નામો તો એટલાં જ પ્રચલિત છે. આ સિવાય અર્જુન એ ફાલ્ગુન, કૃષ્ણ, ધનંજય, વિજય, શ્વેતવાહન, કિરીટી, બીભત્સુ, સવ્યસાચી અને જિષ્ણુ જેવાં નામે પણ ઓળખાતા. અર્જુનના આ વિવિધ નામોના અર્થને સમજવું રસપ્રદ બની રહેશે.

1 / 11
કહે છે કે સમસ્ત પૃથ્વી પર અર્જુન જેવો વર્ણ અને ગુણ દુર્લભ હતા. અર્જુન સમભાવવાળા, તેજસ્વી અને શુદ્ધ મનના હતા. જેને કારણે તેમનું નામ પડ્યું અર્જુન.

2 / 11
અર્જુનનો જન્મ હિમાલયના સાનિધ્યે, દિવસના સમયે ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં થયો હોવાના કારણે એ ફાલ્ગુન તરીકે પ્રસિદ્ધ થયા.

3 / 11
કૃષ્ણના પરમ સખા અર્જુન સ્વયં કૃષ્ણના નામે ઓળખાય છે. અર્જુન સહેજ શ્યામ વર્ણના હતા અને બાળપણથી જ સૌને અત્યંત પ્રિય હતા. કહે છે કે તેમના પિતા પાંડુએ પ્રીતિને કારણે જ અર્જુનનું કૃષ્ણ એવું નામ પાડ્યું હતું.

કૃષ્ણના પરમ સખા અર્જુન સ્વયં કૃષ્ણના નામે ઓળખાય છે. અર્જુન સહેજ શ્યામ વર્ણના હતા અને બાળપણથી જ સૌને અત્યંત પ્રિય હતા. કહે છે કે તેમના પિતા પાંડુએ પ્રીતિને કારણે જ અર્જુનનું કૃષ્ણ એવું નામ પાડ્યું હતું.

4 / 11
વિશ્વના સર્વ શ્રેષ્ઠ ધનુર્ધર અર્જુને સર્વ દેશને જીત્યા હતા. દેશ જીત્યા બાદ કેવળ ત્યાંથી ધન લાવી અર્જુન ધનની વચ્ચે ઉભા રહ્યા જેથી તે ધનંજય તરીકે ઓળખાયા ! એવું પણ કહે છે કે અર્જુન જ્યાં જતા ત્યાં ધન ખેંચી લાવતા, એટલે તેમનું નામ પડ્યું ધનંજય.

5 / 11
જ્યારે જ્યારે અર્જુન સંગ્રામમાં જતાં, ત્યારે શક્તિશાળી શત્રુઓ પર વિજય મેળવ્યા વિના પાછા ન ફરતા. જેને લીધી લોકો અર્જુનને વિજયના નામે સંબોધવા લાગ્યા.

6 / 11
અર્જુન જ્યારે યુદ્ધ કરવા જતાં ત્યારે તેમના રથને સુવર્ણ કવચવાળા શ્વેત અશ્વો જોડવામાં આવતા. જેને લીધે અર્જુન શ્વેતવાહન તરીકે પણ ઓળખાયા.

7 / 11
એકવાર અર્જુનને ભયંકર દાનવો સાથે યુદ્ધ કરવાનું થયું અને આ યુદ્ધમાં અર્જુને વિજય પ્રાપ્ત કર્યો. તે સમયે દેવરાજ ઈન્દ્રએ અર્જુનના માથે સૂર્ય જેવો તેજસ્વી કિરીટી (મુકુટ) મૂક્યો હોવાના કારણે અર્જુન કિરીટીના નામે ઓળખાય છે.

8 / 11
યુદ્ધ કરતી વખતે અર્જુન બીભત્સ કે નિંદનીય કાર્ય ક્યારેય ન કરતા. જેને લીધે દેવો અને મનુષ્યોમાં અર્જુન બીભત્સુ નામે પ્રસિદ્ધ થયા.

9 / 11
અર્જુનના બંને હાથ ગાંડીવ ખેંચવામાં કુશળ હોવાના કારણે દેવો અને મનુષ્યો અર્જુનને સવ્યસાચી તરીકે બોલાવતા. આવું સામર્થ્ય તે સમયે કોઈનામાં ન હતું.

10 / 11
અર્જુન દુર્જનોનો દમન કરનારા હતા. વળી, તે ઈન્દ્રના પુત્ર હોઈ જિષ્ણુ તરીકે પ્રસિદ્ધ થયા. ઉલ્લેખનીય છે કે શત્રુઓ પર દમન કરી વિજય મેળવનારા ઈન્દ્ર પણ જિષ્ણુ તરીકે ઓળખાય છે. જેને લીધે પુત્ર અર્જુનને પણ જિષ્ણુ નામ મળ્યું.

11 / 11

Latest News Updates

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ

g clip-path="url(#clip0_868_265)">