છેલ્લા સમયે ફ્લાઇટની ટિકિટ રદ કરવાથી હવે મળશે 80% સુધી રિફંડ, શું છે સરકારની યોજના જાણો
ભારત સરકાર એર ટિકિટમાં એક ખાસ "ટ્રાવેલ ઇન્શ્યોરન્સ" ઉમેરવાની યોજના બનાવી રહી છે. આ સુવિધા આગામી બે થી ત્રણ મહિનામાં શરૂ થઈ શકે છે. આનાથી તમે છેલ્લી ઘડીએ ફ્લાઇટ કેન્સલ થવાના કિસ્સામાં તમારા ટિકિટ રિફંડના 80% સુધી મેળવી શકો છો.

જો તમે છેલ્લી ઘડીએ તમારી ફ્લાઇટ ટિકિટ કેન્સલ કરો છો, તો હવે તમારે ટિકિટ સંપૂર્ણ રકમ નહીં ગુમાવવી પડે. ભારત સરકાર એર ટિકિટમાં એક ખાસ "ટ્રાવેલ ઇન્શ્યોરન્સ" ઉમેરવાની યોજના બનાવી રહી છે. આ સુવિધા આગામી બે થી ત્રણ મહિનામાં શરૂ થઈ શકે છે. આનાથી તમે છેલ્લી ઘડીએ ફ્લાઇટ કેન્સલ થવાના કિસ્સામાં તમારા ટિકિટ રિફંડના 80% સુધી મેળવી શકો છો.

હાલમાં, જો તમે ફ્લાઇટ ઉપડવાના માત્ર ત્રણ કલાક પહેલા ટિકિટ રદ કરો છો, તો તેને "નો-શો" ગણવામાં આવે છે. આનો અર્થ એ છે કે તમે ફ્લાઇટમાં ચઢતા નથી અને તમને રિફંડ મળતું નથી. જો કોઈ મુસાફરને મેડિકલ ઈમરજેન્સી હોય અને તે છેલ્લી ઘડીએ ફ્લાઈટ કેન્સલ કરે, તો એરલાઇન્સ તેમની મર્જીથી સંપૂર્ણ રિફંડ પણ આપી શકે છે. જો કે, આ સંપૂર્ણપણે એરલાઇનના નિર્ણય પર નિર્ભર છે.

એવિએશન સેક્રેટરી (નાગરિક ઉડ્ડયન સચિવ) ભારતીય એરલાઇન્સ સાથે આ નવી વીમા યોજના કેવી રીતે લાગુ કરવી તે અંગે ચર્ચા કરી રહ્યા છે. સૌથી સારી વાત એ છે કે મુસાફરોએ આ માટે કોઈ વધારાનો ખર્ચ ચૂકવવો પડશે નહીં. એરલાઇન્સ પોતે વીમા કંપનીઓ સાથે મળીને પ્રીમિયમ ચૂકવશે. હાલમાં, જો કોઈ મુસાફર મુસાફરી વીમો ઇચ્છે છે, તો તેણે તેને એક અલગ એડ-ઓન સર્વિસ તરીકે ખરીદવો પડશે.

એક મોટી એરલાઇન્સે આ અંગે વીમા કંપનીઓ સાથે વાત શરૂ કરી દીધી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "અમે શોધી રહ્યા છીએ કે શું આ વીમો સૌથી સસ્તા ભાડાની ટિકિટમાં પણ ઉમેરી શકાય છે, જેથી મુસાફરોને કેટલાક પૈસા પાછા મળી શકે. આ હાલ કામ ચાલી રહ્યું છે અને અન્ય વિગતોને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે."

એક સૂત્રએ જણાવ્યું હતું કે, "અમે મુસાફરી કરી શકીશું કે નહીં તે અંગેની અનિશ્ચિતતા, અને ત્યારબાદ પૈસા ગુમાવવાનો ડર અથવા રિફંડ મેળવવામાં મુશ્કેલી પડવાનો ડર, આ બધી બાબતોને કારણે ઘણા લોકોને ફ્લાઇટ બુક કરતા નથી. અમને ઘણીવાર ફરિયાદો મળે છે કે કોઈના પરિવારે કોઈ દુ:ખદ ઘટનાનો અનુભવ કર્યો છે અને તેઓ મુસાફરી કરી શક્યા નથી, પરંતુ રિફંડ મળ્યું નથી. અમારો અંદાજ એ છે કે જો દરેક ટિકિટમાં લગભગ ₹50 નું પ્રીમિયમ ઉમેરવામાં આવે છે, તો પ્રસ્થાનના ચાર કલાક પહેલા રદ કરવાથી 80% સુધી રિફંડ મળી શકે છે.

એરલાઇન અધિકારીઓ નિર્દેશ કરે છે કે ઓનલાઈન ટ્રાવેલ એજન્સીઓ (OTAs) ટિકિટ બુક કરતી વખતે મુસાફરોને વીમો ઓફર કરે છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, "અમે વીમા કંપનીઓ સાથે કામ કરી રહ્યા છીએ. આખરે, જોખમ-લાભ ગુણોત્તર નક્કી કરવાનું વીમા કંપનીઓ પર નિર્ભર છે કે તેઓ શું ઓફર કરી શકે છે તે નક્કી કરે. જો 200-300 માંથી ફક્ત 2-3 લોકો જ વાસ્તવિક કારણોસર તેમની ફ્લાઇટ રદ કરે છે, તો આ ગણતરી તેમના માટે કામ કરે છે."
Gold Price Today: આજે ફરી વધી ગયો સોનાનો ભાવ, જાણો કેટલી વધી 22 કેરેટ સોનાની કિંમત, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
