ટીવીની લોકપ્રિય સિરીયલ 'કુંડલી ભાગ્ય' ફેમ માનસી શ્રીવાસ્તવે પોતાની એક્ટિંગથી ચાહકોના દિલ જીતી લીધા છે.હાલ તેમના વિશે એક ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે.
1 / 5
એક્ટ્રેસ છેલ્લા કેટલાક સમયથી ફૂડ અને ટ્રાવેલ ફોટોગ્રાફર કપિલ તેજવાણીને ડેટ કરી રહી હતી, હવે લાંબા સમય બાદ બંને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.
2 / 5
માનસીની મહેંદીની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક્ટ્રેસનો આ લુક ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે.
3 / 5
તમને જણાવી દઈએ કે, આ પહેલા એકટ્રેસ મોહિત અબ્રોલ સાથે 2016માં સગાઈ કરી હતી.બંને લગભગ 6 વર્ષથી તેઓ રિલેશનશિપમાં હતા. પરંતુ બંનેએ વર્ષ 2018 માં સગાઈ તોડીને આગળ વધવાનું નક્કી કર્યું. માનસી સાથે સગાઈ તોડ્યા બાદ મોહિતે અભિનેત્રી પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો.
4 / 5
બાદમાં માનસીના જીવનમાં કપિલની એન્ટ્રી થઈ. તમને જણાવી દઈએ કે, માનસી અને કપિલ એક એડ શૂટમાં એકબીજાને મળ્યા હતા, ત્યારે હાલ બંને લગ્નના બંધનમાં બધાવા જઈ રહ્યા છે.