Boeing Aircrafts: બોઇંગ 777 અથવા 717, 737… ક્યારેય વિચાર્યું છે કે દરેક બોઇંગ એરક્રાફ્ટ 7 નંબરથી જ કેમ શરૂ થાય છે?
બોઇંગ કંપનીના (Boeing Aircrafts) વિમાનોની એક ખાસ વાત એ છે કે તેનું નામ હંમેશા 7 થી શરૂ થાય છે, પરંતુ શું તમે જાણો છો કે તેની પાછળનું કારણ?


અમેરિકન કંપની બોઈંગ(Boeing) તેના એરક્રાફ્ટને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. જ્યારે પણ બોઇંગના સમાચાર આવે છે, ત્યારે તમે એક વાતનું ધ્યાન રાખ્યું હશે કે દરેક બોઇંગ એરક્રાફ્ટના નામની શરૂઆત "7" થાય છે. જો તમને પણ આ જાણવામાં રસ છે તો ચાલો તમને જણાવીએ કે આવું કેમ થાય છે અને આ અંક પાછળનો ઇતિહાસ શું છે.

અગાઉ કેટલાક લોકો એવું પણ સમજતા હતા કે 707 નંબર બોઇંગ જેટમાં મુસાફરી કરી શકે તેવા યાત્રીઓની સંખ્યા દર્શાવે છે. જ્યારે વાસ્તવિકતા કંઈક બીજી જ છે. બોઇંગે 7 નંબરનો ઉપયોગ સુવિધાના હેતુ માટે કર્યો હતો.

એરક્રાફ્ટનો ઓળખ નંબર એન્જિનિયરોને વિવિધ બોઇંગ ઉત્પાદનો વચ્ચે તફાવત કરવામાં મદદ કરે છે. તે જ સમયે, કેટલાક લોકો એવું પણ કહે છે કે જ્યારે બોઇંગે પ્રથમ કોમર્શિયલ પેસેન્જર એરલાઇનની જાહેરાત કરી ત્યારે તેને 707 નંબર આપવામાં આવ્યો હતો. બોઇંગ 707ના લોન્ચને જેટ યુગની શરૂઆત પણ કહેવામાં આવે છે.

ત્યારથી નક્કી કરવામાં આવ્યું હતું કે દરેક જેટ 7 નંબરથી શરૂ થશે અને સમાપ્ત થશે. સાથે સાથે બોઇંગે નક્કી કર્યું કે 7 નંબરનો ઉપયોગ ફક્ત કોમર્શિયલ જેટ માટે જ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે બોઈંગના પ્રારંભિક મોડલ 100 નંબરથી શરૂ થતા હતા. બોઇંગે સિંગલ વિંગ ડિઝાઇન માટે 200 નો ઉપયોગ કર્યો હતો. જ્યારે 300 અને 400 પ્રોપેલરવાળા કોમર્શિયલ એરક્રાફ્ટ હતા. ટર્બો એન્જિન એરક્રાફ્ટ માટે 500 નંબરનો ઉપયોગ થાય છે. 600 એટલે કે મિસાઇલ અને રોકેટ સંચાલિત ઉપકરણો. 700 એટલે કે કોમર્શિયલ જેટલાઈનર્સ અને 800નો આ સમયે ઉપયોગ થતો નથી.

































































