Rupani Surname History : દિવંગત વિજય રુપાણીની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે.કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે રુપાણી અટકનો અર્થ શું થાય છે.

રૂપાણી અટક ભારતમાં જાણીતી છે. જે મુખ્યત્વે ગુજરાત રાજ્ય અને ખાસ કરીને લોહાણા અથવા વણિક સમુદાય સાથે સંકળાયેલી છે. આ અટક ભારત, પાકિસ્તાન, કેન્યા, યુગાન્ડા, તાંઝાનિયા અને અન્ય દેશોમાં સ્થાયી થયેલા ગુજરાતી ઇમિગ્રન્ટ્સમાં પણ જોવા મળે છે.

ભગવદ્ગોમંડલમાં જણાવ્યા અનુસાર રુપાણી અટક દશાશ્રીમાળી વાણિક, ખોજા, કણબી અને લોહાણામાં જોવા મળે છે. રુપાણી અટકનો અર્થ ઘણો રસપ્રદ થાય છે.

રુપાણી શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો હોવાનું માનવામાં આવે છે. જેનો અર્થ "રૂપ"નો અર્થ સુંદરતા, સુંદર દેખાવ થાય છે. જ્યારે "આની/ની" નો અર્થ સ્ત્રીલિંગ પ્રત્યય અથ ઉપસર્ગ (જે આદર અથવા ઓળખ દર્શાવે છે. ) જેથી રુપાણી અટકનો શાબ્દિક અર્થ સ્વરુપ સાથેનો પરિવાર થાય છે.

લોહાણા સમુદાય મૂળ ક્ષત્રિય હતો જેમણે પાછળથી વેપાર પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. લોહાણા સમુદાયના લોકો ગુજરાતના જામનગર, રાજકોટ, ભાવનગર અને પોરબંદર સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સ્થાયી થયા હતા.

"રૂપાણી" અટક આ સમુદાયની ચોક્કસ શાખા અથવા પરિવારનો ઉલ્લેખ કરે છે. કેટલાક "રૂપાણી" પરિવારો પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી પણ આવ્યા છે, ખાસ કરીને ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે.

આ પરિવારો વ્યવસાયિક પૃષ્ઠભૂમિના હતા અને ભારતમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં સ્થાયી થયા હતા.

"રૂપાણી" અટક આજે ભારતમાં રાજકીય, વ્યવસાયિક અને સામાજિક સ્તરે જાણીતી છે. રુપાણી અટક બર્મા એટલે અત્યારનું મ્યાનમાર સુધી પ્રસરેલી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજય રૂપાણીનો જન્મ પણ મ્યાનમારના રંગૂનમાં થયો હતો. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
