World Famous Hindu Temples: માત્ર આસ્થા જ નહીં પોતાની ભવ્યતા માટે પણ પ્રસિદ્ધ છે વિદેશમાં સ્થિત આ મંદિર

સનાતન પરંપરાથી જોડાયેલા ભવ્ય મંદિર માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં ફેલાયેલા છે. જ્યાં દર્શન અને પૂજા કરવાની દરેક લોકોની ઈચ્છા હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 10:42 AM
હિન્દુ દેવી-દેવતાઓના મંદિર (Temple) માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં સ્થાપિત છે. આ મંદિરોમાં દર્શન અને પૂજા કરવા માટે ના માત્ર હિન્દુ તીર્થયાત્રી આવે છે પણ મંદિરની ભવ્યતા અને પ્રસિદ્ધિ વિદેશી પર્યટકોને પણ પોતાની તરફ આકર્ષિત કરે છે.

1 / 6
શ્રી સુબ્રમણ્યમ સ્વામીનું આ મંદિર મલેશિયાની રાજધાની કુઆલાલંપુરથી લગભગ 13 કિલોમીટર દુર બાતુ ગુફાની પાસે આવેલું છે. સોનેરી રંગની ભગવાન સુબ્રમણ્યમ સ્વામીની ભવ્ય પ્રતિમા દેશી-વિદેશી પર્યટકોને પોતાની તરફ ખેંચી લાવે છે. જેને વર્ષ 1890માં લાલકૃષ્ણ પિલ્લઈ નામના વ્યક્તિએ ગુફાની બહાર બનાવી હતી. માન્યતા છે કે ભગવાન મુરૂગનની આ દુનિયામાં સૌથી ઉંચી પ્રતિમા છે.

2 / 6
લંડનના નેસડેનમાં સ્થિત શ્રી સ્વામીનારાયણ મંદિરને સામાન્ય રીતે નેસડેન ટેમ્પલ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર BAPS સંસ્થાનો એક હિસ્સો છે. જેનું ઉદ્ઘાટન 1995માં પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ યુરોપનું પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર છે. તમામ ધર્મના લોકો ખૂબ જ સુંદર કોતરણી જોવા માટે આ મંદિરની મુલાકાતે જાય છે.

3 / 6
વિદેશોમાં સ્થિત ઈન્ડોનેશિયાના પ્રમ્બાનન મંદિરનું પોતાનું એક અલગ સ્થાન છે. આ ખુબ જ વિશાળ હિન્દુ મંદિર છે. તેને પ્રમ્બાનન ત્રિમૂર્તિ મંદિર પણ કહેવામાં આવે છે. જે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવને સમર્પિત છે. આ મંદિરને યૂનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ જાહેર કરવામાં આવ્યું છે. ઈન્ડોનેશિયાના આ મંદિરમાં દર્શન માટે માત્ર હિન્દુ તીર્થયાત્રી જ નહીં પણ વિદેશી યાત્રીઓ પણ મોટી સંખ્યામાં આવે છે.

4 / 6
આ મંદિર રામાયણ કાળનું માનવામાં આવે છે, જે શ્રીલંકામાં આવેલું છે. માન્યતા છે કે ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યા બાદ ભગવાન શિવની પૂજા કરી હતી. મુન્નેશ્વરમ મંદિર પરિસરમાં ઘણા નાના મંદિર આવેલા છે. જેમાં મુખ્ય મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ શિવલિંગની સ્થાપના ભગવાન રામે કરી હતી, તેથી તેને રામલિંગમ પણ કહેવામાં આવે છે. આ મંદિરમાં પ્રસાદ તરીકે તરબુચ, પપૈયા, નારંગી, કેળા, સફરજન સહિત ઘણા પ્રકારના ફળ ચઢાવવામાં આવે છે.

5 / 6
સનાતન પરંપરામાં ભગવાન શિવના જે 12 જ્યોતિર્લિગની પૂજા કરવામાં આવે છે. તેમાંથી એક નેપાળની રાજધાની કાઢમાંડૂમાં સ્થિત છે. શ્રી પશુપતિનાથના નામથી પ્રસિદ્ધ આ મંદિર કાઢમાંડૂથી 3 કિલોમીટર ઉત્તર-પશ્ચિમ દેવપાટન ગામમાં બાગમતી નદીના કિનારે સ્થિત છે. આ મંદિરને પણ યૂનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સ્થળના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં દક્ષિણ ભારતથી આવેલા પૂજારી ભગવાન પશુપતિનાથની પૂજા કરે છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">