PHOTOS : ઓડિશાના CM ને મળ્યા કપિલ શર્મા, ફોટો શેર કરીને કહ્યું ‘તમારું હૃદય તમારા રાજ્ય જેટલું સુંદર’
કપિલ શર્મા ટુંક સમયમાં નંદિતા દાસની ફિલ્મમાં જોવા મળશે. કપિલે થોડા દિવસ પહેલા આ અંગે જાહેરાત કરી હતી. કપિલ આ ફિલ્મમાં ડિલિવરી બોયની ભૂમિકા ભજવતો જોવા મળશે.

કપિલ શર્મા તાજેતરમાં ઓડિશાના મુખ્યમંત્રીને મળ્યો હતો, જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કપિલે આ મુલાકાતની તસવીરો શેર કરી છે.

ફોટો શેર કરતા કપિલે લખ્યું,'ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી નવીન પટનાયકજીને મળીને આનંદ થયો. શાનદાર આતિથ્ય માટે અને અમને ઘરની અનુભૂતિ કરાવવા બદલ આભાર. તમારું હૃદય તમારા રાજ્ય જેટલું સુંદર છે.ઓડિશા હંમેશા મારા હૃદયમાં રહેશે.'

કપિલે આગળ લખ્યું, 'આ સુંદર રાજ્ય, તેની સંસ્કૃતિ અને પરંપરાઓ, જેમ તમે તમારી ફિલ્મોમાં કરાવો છો,પરિચય કરાવવા માટે નંદિતા દાસનો વિશેષ આભાર.'

આ દરમિયાન કપિલ સાથે નંદિતા દાસ પણ જોવા મળી રહ્યા છે. તેમણે જ કપિલને મુખ્યમંત્રીને મુલાકાત કરાવી હતી.

તમને જણાવી દઈએ કે,કપિલ શર્મા ટુંક સમયમાં નંદિતા દાસની ફિલ્મમાં જોવા મળશે. કપિલે થોડા દિવસ પહેલા આ અંગે જાહેરાત કરી હતી. કપિલ આ ફિલ્મમાં ડિલિવરી બોયની ભૂમિકા ભજવતો જોવા મળશે.