AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કળિયુગનો અંત ક્યારે આવશે? પુરાણોમાં લખાયેલું ચોંકાવનારું સત્ય

હિન્દુ શાસ્ત્રો અનુસાર કળિયુગની શરૂઆત ઈ.સ. પૂર્વે 3102માં થઈ હોવાનું માનવામાં આવે છે. આ યુગને અધર્મ અને અશાંતિનો સમય કહેવાય છે, જેનો સમયગાળો હજારો નહીં પરંતુ લાખો વર્ષ સુધી ચાલે છે એવી માન્યતા છે. ચાર યુગોના ચક્ર, ધાર્મિક માન્યતાઓ અને ભગવાન વિષ્ણુના કલ્કી અવતાર સાથે જોડાયેલા રહસ્યો વિશે વિગતવાર જાણો.

| Updated on: May 22, 2026 | 5:35 PM
Share
હિન્દુ ધર્મ મુજબ સમયને ચાર યુગોમાં વહેંચવામાં આવ્યો છે,  સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. આ ચારેય યુગ મળીને મહાયુગ બને છે. તેમાં કળિયુગને છેલ્લો અને સૌથી વધુ અધર્મ વધતો યુગ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર મહાભારતના યુદ્ધ બાદ આશરે ઈ.સ. પૂર્વે 3102 આસપાસ કળિયુગની શરૂઆત થઈ હતી. માન્યતા એવી પણ છે કે કળિયુગનો અત્યાર સુધી માત્ર થોડો સમય જ પસાર થયો છે અને તેનો લાંબો સમયગાળો હજુ બાકી છે.

1 / 6
ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ચારેય યુગોના સમયગાળા અલગ અલગ જણાવવામાં આવ્યા છે. સત્યયુગનો સમય 17 લાખ 28 હજાર વર્ષ, ત્રેતાયુગનો 12 લાખ 96 હજાર વર્ષ, દ્વાપરયુગનો 8 લાખ 64 હજાર વર્ષ અને કળિયુગનો સમય 4 લાખ 32 હજાર વર્ષ માનવામાં આવે છે. આ ગણતરી મુજબ કળિયુગ ખૂબ લાંબા સમય સુધી ચાલનાર યુગ છે. માન્યતા એવી છે કે આ યુગમાં સમય પસાર થવાની સાથે ધર્મ, સત્ય અને નૈતિક મૂલ્યોમાં ધીમે ધીમે ઘટાડો થતો જાય છે.

2 / 6
કેટલીક પૌરાણિક માન્યતાઓમાં યુગોના સમયને અલગ રીતે સમજાવવામાં આવ્યો છે. આ માન્યતા અનુસાર દરેક યુગનો સમયગાળો આશરે 1250 વર્ષ માનવામાં આવે છે અને ચારેય યુગો મળીને લગભગ 5000 વર્ષમાં પૂર્ણ થાય છે. આ દ્રષ્ટિકોણમાં યુગોને પ્રતીકાત્મક રીતે જોવામાં આવે છે, એટલે કે સમય સાથે સમાજ અને માનવ જીવનમાં બદલાવ ઝડપથી આવે છે એવી માન્યતા રાખવામાં આવે છે.

3 / 6
કેટલાક વિદ્વાનો યુગોના સમયગાળાને પરંપરાગત માન્યતાઓથી અલગ રીતે સમજાવે છે. તેમના અનુસાર સત્યયુગ 1200 વર્ષ, ત્રેતાયુગ 2400 વર્ષ, દ્વાપરયુગ 3600 વર્ષ અને કળિયુગ 4800 વર્ષ સુધી ચાલે છે. આ વિચારધારામાં યુગોની ગણતરી માનવ સમય અનુસાર કરવામાં આવે છે, દેવ સમય પ્રમાણે નહીં. તેથી કેટલાક લોકો આ દૃષ્ટિકોણને ઐતિહાસિક અને વધુ વ્યવહારુ રીતે સમજવાનો પ્રયાસ માને છે.

4 / 6
વૈદિક ગ્રંથોમાં “યુગ” શબ્દનો અર્થ હંમેશા લાખો વર્ષનો સમય એવો જ હોય એવું નથી. ઘણા સ્થળોએ તેનો ઉપયોગ સમય, એક સમયગાળો અથવા દિવસ-રાત દર્શાવવા માટે પણ કરવામાં આવ્યો છે. જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર મુજબ પૃથ્વીને રાશિચક્રની સંપૂર્ણ પરિક્રમા કરવા માટે લગભગ 25,920 વર્ષ લાગે છે. કેટલાક વિદ્વાનો આ સમયને પણ યુગ ચક્ર સાથે જોડે છે. તેથી યુગ વિશેની વ્યાખ્યા અને તેની સમયગણતરી અલગ અલગ માન્યતાઓ અને વિદ્વાનો પ્રમાણે બદલાતી જોવા મળે છે.

5 / 6
વૈદિક ગ્રંથોમાં “યુગ” શબ્દનો અર્થ હંમેશા લાખો વર્ષનો સમય એવો જ હોય એવું નથી. ઘણા સ્થળોએ તેનો ઉપયોગ સમય, એક સમયગાળો અથવા દિવસ-રાત દર્શાવવા માટે પણ કરવામાં આવ્યો છે. જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર મુજબ પૃથ્વીને રાશિચક્રની સંપૂર્ણ પરિક્રમા કરવા માટે લગભગ 25,920 વર્ષ લાગે છે. કેટલાક વિદ્વાનો આ સમયને પણ યુગ ચક્ર સાથે જોડે છે. તેથી યુગ વિશેની વ્યાખ્યા અને તેની સમયગણતરી અલગ અલગ માન્યતાઓ અને વિદ્વાનો પ્રમાણે બદલાતી જોવા મળે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )

6 / 6

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી

હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર

જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન

વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ

નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !

કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો

અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય

Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો

નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા

અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર

g clip-path="url(#clip0_868_265)">