AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Rain Update : છેલ્લાં 24 કલાકમાં ગુજરાતના 204 તાલુકામાં વરસાદ, રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, કપરાડામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ

રાજ્યના 4 તાલુકાઓમાં અઢી ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે 11 તાલુકાઓમાં 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. અન્ય અનેક તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાતા ખેડૂતોને રાહત મળી છે અને જળાશયોમાં પણ પાણીની આવક યથાવત રહી છે.

Gujarat Rain Update : છેલ્લાં 24 કલાકમાં ગુજરાતના 204 તાલુકામાં વરસાદ, રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, કપરાડામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ
| Updated on: Jul 26, 2026 | 7:47 AM
Share

ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસેલા ધોધમાર વરસાદ બાદ હવે વરસાદનું જોર ધીમે ધીમે ઘટતું જોવા મળી રહ્યું છે. શનિવાર સવારના 6 વાગ્યાથી રવિવાર સવારના 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 204 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જોકે, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ સારો અને નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં નોંધાયો છે, જ્યાં અંદાજે 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી અને નદી-નાળાઓમાં પાણીની આવક વધી હોવાનું જાણવા મળ્યું છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ઓગડ વિસ્તારમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે નવસારી જિલ્લાના ખેરગામમાં સાડા 3 ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ખેડા જિલ્લાના નડિયાદ અને વલસાડ જિલ્લાના નાના પોંઢા વિસ્તારમાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

સરકારી આંકડા મુજબ રાજ્યના 4 તાલુકાઓમાં અઢી ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે 11 તાલુકાઓમાં 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. અન્ય અનેક તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાતા ખેડૂતોને રાહત મળી છે અને જળાશયોમાં પણ પાણીની આવક યથાવત રહી છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. જોકે અગાઉની સરખામણીએ ભારે વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. સ્થાનિક પ્રશાસન દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સતર્ક રહેવા અને વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

Breaking News : અમદાવાદના વસ્ત્રાપુરમાં વરસાદથી તબાહી, દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓ તંત્રની મદદની રાહમાં

Follow Us
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
g clip-path="url(#clip0_868_265)">