AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરતના ઓલપાડના સાયણમાં ફરી જળબંબાકારની સ્થિતિ, જુઓ Video

Breaking News : સુરતના ઓલપાડના સાયણમાં ફરી જળબંબાકારની સ્થિતિ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2026 | 12:38 PM
Share

સુરતમાં આજે મધ્યમથી ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.સુરતના ઓલપાડના સાયણમાં ફરી જળબંબાકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. સિઝનમાં બીજી વખત સાયણ ગામ બેટ બન્યું છે.

સુરતના ઓલપાડના સાયણમાં ફરી જળબંબાકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. સિઝનમાં બીજી વખત સાયણ ગામ બેટ બન્યું છે. ધારાસભ્ય મુકેશ પટેલે પૂરગ્રસ્ત સાયણની મુલાકાત લીધી હતી. આ સાથે અધિકારીઓ સાથે પૂરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતુ.ગેરકાયદે દબાણ દૂર કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. નાળાઓ પરના RCC દબાણ હટાવવા R&Bને આદેશ આપવામાં આવ્યો છે.

મુકેશ પટેલે કહ્યું ભારે વરસાદથી પાણીનો નિકાલ અવરોધાયો છે.પૂરગ્રસ્તોને જરૂરી તમામ મદદ કરવા સૂચના આપવામાં આવી છે.સાયણમાં જળબંબાકાર બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. ઓલપાડમાં વરસાદી પાણીથી જનજીવન ફરી પ્રભાવિત થયું છે.

કોઝ-વે સતત ઓવરફ્લો

ભારે વરસાદથી તાપી નદીનો કોઝ-વે સતત ઓવરફ્લો થઈ રહ્યો છે. કોઝ-વે 7.1 મીટરની સપાટીએથી ઓવરફ્લો થઈ રહ્યો છે.નદીના કેચમેન્ટ અને ઉપરવાસમાં ભારે વરસાદથી જળસ્તર વધ્યુ છે. કોઝ-વે તેની ભયજનક સપાટીથી 1 મીટરથી વધુ ઓવરફ્લો છે.સુરતમાં આજે મધ્યમથી ભારે વરસાદ વરસવાની શક્યતા પણ રહેલી છે.
સુરત શહેરમાં ખાડી પૂરનો આજે ત્રીજો દિવસ છે. ત્રણ દિવસથી લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે.

પર્વત પાટિયાની અનેક સોસાયટીઓમાં હજુ પણ પાણી છે.તંત્ર પાસે માત્ર આ પાણીનો કાયમી નિકાલ થાય તેવી માંગ કરી રહ્યા છે. 10 થી વધુ સોસાયટીઓમાં અસર હજુ પણ યથાવત. સ્કૂલ અને વેપાર ધંધા પર સીધી અસર થાય છે

 

 

Breaking News : અમદાવાદ-રાજકોટ હાઇવે સતત બીજા દિવસે બંધ, જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">