AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદ ગ્રામ્યમાં હાઇવે પર બસે પલટી મારતા મુસાફરો બારીમાંથી કુદ્યા,જુઓ Video

Breaking News : અમદાવાદ ગ્રામ્યમાં હાઇવે પર બસે પલટી મારતા મુસાફરો બારીમાંથી કુદ્યા,જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2026 | 11:08 AM
Share

ઉપરવાસમાં ભારે વરસાદથી હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે. ત્યારે અમદાવાદ ગ્રામ્ય વિરમગામ-માળિયા હાઈવે પર ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના ટળી છે. નખત્રાણા ડેપોની મુસાફરો ભરેલી ST બસ તણાતા પલટી મારી હતી. સદનસીબે તમામ મુસાફરોનો બચાવ થયો છે.

અમદાવાદ ગ્રામ્યમાં ભારે વરસાદને લઇ હાઇવે પરથી પાણીના ભારે પ્રહાર વચ્ચે મોટી જાનહાની ટળી છે.વિરમગામ – માળીયા હાઇવે પર રહેમલપુર નજીક પાણીના પ્રવાહમા ST બસે પલટી મારી હતી. આ ઘટના મોડીરાત્રે બની હતી. અમદાવાદ નખત્રાણા રૂટની મુસાફરો ભરેલ બસે પલટી મારી હતી. ST બસ તણાયા બાદ પલટી મારી હતી પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 3 કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં અતિભારે વરસાદની શક્યતા રહેલી છે.અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિત અનેક જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. તો રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપીમાં પણ વરસાદી માહોલ રહેશે.

દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ મધ્યમ વરસાદની આગાહી તેમજ વડોદરા, ખેડા, આણંદ, ભરૂચ સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા રહેલી છે. જામનગર, દ્વારકા, પોરબંદર અને ભાવનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

Breaking News : 15 ઈંચ વરસાદથી સાંતલપુરમાં જળબંબાકારની સ્થિતિ,લોકો ત્રાહિમામ, જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">