AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કોણ છે નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી? જાણો

New Education Minister Name : કેન્દ્રિય મંત્રી પ્રહલાદ જોશીને શિક્ષા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. જોશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, તે તેની આશા પર સાચા ઉતરવાનો પ્રયત્ન કરશે. તો ચાલો જાણીએ કોણ છે પ્રહલાદ જોશી.

Breaking News :  કોણ છે નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી? જાણો
| Updated on: Jul 26, 2026 | 7:48 AM
Share

ધર્મેન્દ્ર પ્રધાને નીટ પેપર લીકને લઈ ચાલી રહેલા વિવાદો વચ્ચે 25 જુલાઈના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતુ. તેના સ્થાને હવે પ્રહલાદ જોશીને શિક્ષા મંત્રાલયની જવાબદારીઓ સોંપવામાં આવી છે.વધારાનો કાર્યભાર સંભાળ્યા પછી જોશીનું પહેલું નિવેદન બહાર આવ્યું છે. તેમણે આ જવાબદારીને અત્યંત નમ્રતા અને સમર્પણ સાથે નિભાવવાની પ્રતિજ્ઞા લીધી.

શિક્ષણ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યા બાદ પ્રહલાદ જોશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ ભરોસા પર તેમને એક મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં શિક્ષણ મંત્રાલયની જવાબદારીઓ સંપૂર્ણ રીતે નિભાવશે.

કોણ છે પ્રહલાદ જોશી?

પ્રહલાદ જોશીનો જન્મ 27 નવેમ્બર 1962ના કર્ણાટકના વિજયપુરામાં થયો હતો. તેના પિતા સ્વર્ગીય વેંકટેશ જોશી ભારતીય રેલવામાં કર્મચારી હતા. જ્યારે માતા માલતીબાઈ ગૃહિણી હતી. પ્રહલાદ જોશી કર્ણાટકના ધારવાડ મતવિસ્તારથી લોકસભા સાંસદ છે. તેમણે પાંચ વખત સંસદ સભ્ય તરીકે સેવા આપી છે. તેઓ હાલમાં કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રી છે. આનો અર્થ એ થયો કે નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રી પાસે નવીનીકરણીય ઉર્જા, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણનો વિભાગ પણ છે.

શાળા-કોલેજમાં અભ્યાસ

તેમણે અગાઉ કોલસા, ખાણ અને સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપી હતી. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી તરીકે, જોશી સ્વચ્છ ઉર્જા ક્ષમતા વધારવા માટે કેન્દ્ર સરકારના પ્રયાસોનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમના મંત્રાલય માટેના મુખ્ય લક્ષ્યો 2030 સુધીમાં 500 GW નવીનીકરણીય અને બિન-અશ્મિભૂત ઇંધણ ઉર્જા ક્ષમતા અને 2070 સુધીમાં ચોખ્ખી-શૂન્ય ઉત્સર્જન પ્રાપ્ત કરવાના છે.

મધ્યમવર્ગમાંથી આવતા પ્રહલાદ જોશીએ શાળાનો અભ્યાસ રેલવે સ્કૂલ અને હુબલી ન્યુ ઈગ્લિશમાંથી પૂર્ણ કર્યો છે. ત્યારબાદ બીએની ડીગ્રી મેળવી હતી. રિપોર્ટ અનુસાર કોલેજના દિવસો દરમિયાન સામાજિક કાર્યો અને જનહિતના મુદાઓમાં ભાગ લીધો હતો. આગળ જઈ સામાજિક અને સાર્વજનિક જીવનમાં એક્ટિવ થયા હતા. તમને જણાવી દઈએ કે, પ્રહલાદ જોશી કર્ણાટકની ધારવાડ લોકસભા બેઠક પરથી સંસદ સભ્ય છે.

કેન્દ્રિય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું, જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Follow Us
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
g clip-path="url(#clip0_868_265)">