AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

26 જુલાઈના મહત્વના સમાચાર : ગુજરાતમાં વિરામ લેતો વરસાદ ! 24 કલાકમાં 203 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વલસાડના કપરાડામાં 6 ઈંચ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2026 | 7:24 AM
Share

Gujarat Live Updates આજ 26 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

26 જુલાઈના મહત્વના સમાચાર : ગુજરાતમાં વિરામ લેતો વરસાદ ! 24 કલાકમાં 203 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વલસાડના કપરાડામાં 6 ઈંચ

LIVE NEWS & UPDATES

  • 26 Jul 2026 07:24 AM (IST)

    ગીર સોમનાથના ફુલકા ગામે ખેડૂતે દીપડાને પાંજરે નહીં ઘરમાં પૂર્યો !

    ગીર સોમનાથના ફુલકા ગામે દીપડાને પાંજરે નહીં ઘરમાં પૂર્યો હતો. ઉનાના ફુલકા ગામે વાડી વિસ્તારમાં એક મકાન અંદર દીપડો ઘુસતા ખેડૂતે દીપડાને ઓરડામાં કેદ કર્યો હતો. જશાધાર વન વિભાગને જાણ કરતા વન વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું હતું. દરવાજામાં પાંજરુ મૂકી દીપડાને લીડ કરવામાં આવ્યું. દીપડો પાંજરે પુરાતા વન વિભાગ અને ખેડૂતો એ રાહતનો શ્વાસ લીધો હતો.

  • 26 Jul 2026 07:17 AM (IST)

    અમદાવાદના એરપોર્ટ ટર્મિનલ – 2 પર મહિલા આપઘાતનો કર્યો પ્રયાસ

    અમદાવાદના એરપોર્ટ ટર્મિનલ – 2 પર મહિલા આપઘાતનો કર્યો પ્રયાસ. મિત્રને મળવા આવેલ મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ. એરપોર્ટ ટર્મિનલ -2 પાસે મહિલાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પ્રેમ પ્રકરણમાં મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યાની આશંકા. એરપોર્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • 26 Jul 2026 07:14 AM (IST)

    ગુજરાતમાં વિરામ લેતો વરસાદ ! 24 કલાકમાં 203 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વલસાડના કપરાડામાં 6 ઈંચ

    ગુજરાતમાં શનિવાર સવારના 6 વાગ્યાથી રવિવાર સવારના 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં 203 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો છે. વિતેલા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં આશરે 6 ઈંચ જેટલો નોંધાયો છે. બનાસકાંઠાના ઓગડમાં પોણાચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ખેડાના નડિયાદમાં સવા ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

આજે 26 જુલાઈને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Jul 26,2026 7:11 AM

Follow Us
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
g clip-path="url(#clip0_868_265)">