AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં એકસાથે 3 વરસાદી સિસ્ટમ મચાવશે તાંડવ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં એકસાથે 3 વરસાદી સિસ્ટમ મચાવશે તાંડવ

| Updated on: Jul 25, 2026 | 8:54 PM
Share

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ તાંડવ મચાવશે. આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે. પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ધોધમાર વરસાદ થવાની સંભાવના છે. રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા, દ્વારકા, પોરબંદરમાં વરસાદ પડી શકે છે. વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની વકી છે. 28 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.

આ તરફ હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ઉ.ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, મહેસાણામાં રેડ એલર્ટ છે. વાવ-થરાદ, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ રેડ એલર્ટ છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ જ્યારે અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે. સુરત, નવસારી સહિત દક્ષિણના જિલ્લાઓમાં યેલો એલર્ટ છે. બે દિવસ માછીમારોએ દરિયો નાં ખેડવા સૂચના અપાઈ છે.

Input Credit- Himanshu Patel

શું તમારા ઘરના નળમાં પાણીનું પ્રેશર ઓછુ છે? આ નાનકડુ ડિવાઈસ લગાવવાથી ફુલ ફોર્સથી આવશે પાણી

 

 

Published on: Jul 25, 2026 08:54 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">