બહેન ખુશી સાથે મુંબઈના માર્ગો પર સાયકલીંગની મજા લેતી દેખાઈ Janhvi Kapoor, જુઓ વાયરલ ફોટા

લોકડાઉન દરમિયાન બોલિવૂડ સેલેબ્સ પણ તેમના ઘરે રહીને ફિટનેસની સંભાળ લેતા હોય છે. તાજેતરમાં જ અભિનેત્રી જાનવી કપૂર તેમની બહેન ખુશી કપૂર સાથે સાયકલીંગ કરતા જોવા મળી છે.

  • Publish Date - 1:31 pm, Sat, 15 May 21 Edited By: Utpal Patel
1/8
કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ઝડપથી દેશને પોતાની જપેટમાં લઈ રહી છે. વાયરસથી બચાવ માટે લાગેલા લોકડાઉનમાં લોકો પોતાના ઘરે રહીને રોગચાળાની સાંકળ તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેની સ્પષ્ટ અસર મનોરંજનની દુનિયા પર પણ જોવા મળી રહી છે. મુંબઈમાં લાગેલ લોકડાઉનને કારણે ઘણી ફિલ્મ્સ અને સિરિયલોના શૂટિંગ પર અસર પડી છે. આ દરમિયાન બોલિવૂડ સેલેબ્સ પણ તેમના ઘરે રહીને ફિટનેસની સંભાળ લઈ રહ્યા છે. તાજેતરમાં જ અભિનેત્રી જાનવી કપૂર તેમની બહેન ખુશી કપૂર સાથે સાયકલ ચલાવતા જોવા મળી છે.
2/8
જાનવી કપૂરની સાયકલીંગ કરતી કેટલીક તસવીરો પણ સામે આવી છે.
3/8
ફોટામાં જાનવી મુંબઈની શેરીઓમાં સાયકલ ચલાવવાની મજા લેતી જોઇ શકાય છે.
4/8
આ તસ્વીરોમાં જાનવી લાઇમ યેલો ટી-શર્ટ અને સફેદ શોર્ટ્સમાં જોવા મળી રહી છે.
5/8
સાયકલીંગ કરતી વખતે જાનવીએ ઇયરફોન્સ અને માસ્ક પણ લગાવ્યાં છે.
6/8
જાનવી લોકડાઉન વચ્ચે સાયકલીંગ કરીને પોતાને ફીટ રાખવાનો પ્રયાસ કરી રહી છે.
7/8
તે જ સમયે, જાનવી કપૂરની બહેન ખુશી કપૂરે પણ તેમની સાથે સાયકલીંગ ચલાવવાની મજા માણી હતી.
8/8
આ દરમિયાન ખુશી બ્લેક ટી-શર્ટ અને પિંક પેન્ટમાં જોવા મળી હતી. કપૂર બહેનોના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.