ખેડૂત પરિવારથી ઉપરાષ્ટ્રપતિ પદ સુધી, આવો રહ્યો જગદીપ ધનખડનો કાર્યકાળ જુઓ પરિવારમાં કોણ કોણ છે
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ચોમાસુ સત્રની મધ્યમાં તેમના રાજીનામાથી બધા આશ્ચર્યચકિત છે. ઉપરાષ્ટ્રપતિ બનતા પહેલા જગદીપ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા. તે દરમિયાન જગદીપ પોતાના કડક વલણ અને શિસ્તબદ્ધ કાર્યશૈલીને કારણે ચર્ચામાં હતા. તો ચાલો જગદીપ ધનખડના પરિવાર વિશે જાણો

જગદીપ ધનખડ ભારતના 14મા ઉપ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. હાલમાં તેમણે બીમાર હોવાનું કહી ઉપ રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું છે, તેઓ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. જગદીપ ધનખડનો જન્મ રાજસ્થાનના કિથાના ગામમાં થયો હતો. જગદીપ ખેડૂત પરિવારમાંથી આવે છે.

જગદીપ ધનખડનો જન્મ 18 મે 1951ના રોજ રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાના કિથાણા ગામ ખાતે ગોકલ ચંદ અને કેસરી દેવીને ત્યાં એક હિન્દુ રાજસ્થાની જાટ પરિવારમાં થયો હતો.

જગદીપ ધનખડના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

તેમનું પ્રાથમિક શિક્ષણ કિથાના ગામની શાળામાં થયું હતું. તેમણે ચિત્તોડગઢની સૈનિક સ્કૂલમાંથી પોતાનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું અને પછી રાજસ્થાન યુનિવર્સિટી, જયપુરમાંથી ભૌતિકશાસ્ત્રમાં બીએસસી કર્યું. બાદમાં તેમણે કાયદા અને બંધારણમાં રસ લીધો અને રાજસ્થાન યુનિવર્સિટીમાંથી એલએલબી કર્યું.

જગદીપ ધનખડે1979માં સુદેશ ધનખડ સાથે લગ્ન કર્યા, અને તેમની એક પુત્રી કામના છે, તેમની પત્ની સુદેશ અને પુત્રી કામનાએ હંમેશા પરિવારમાં તેમનો સાથ આપ્યો. તેમના પુત્ર દીપકનું 1994માં અવસાન થયું.

ધનખડે1979માં બનસ્થલી વિદ્યાપીઠમાંથી અર્થશાસ્ત્રમાં અનુસ્નાતક થયેલી ડૉ. સુદેશ ધનખડ સાથે લગ્ન કર્યા છે. સુદેશ સામાજિક કાર્ય, ઓર્ગેનિક ખેતી, બાળકોના શિક્ષણ અને સમાજના કલ્યાણ પ્રત્યે ઉત્સાહી છે. તેમને એક જ સંતાન છે, પુત્રી કામના, જેના લગ્ન કાર્તિકેય વાજપેયી સાથે થયા છે.

1994માં પરિવાર પર મોટી દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો જ્યારે તેમના એકમાત્ર પુત્ર દીપક ધનકડનું 14 વર્ષની ઉંમરે મગજના રક્તસ્ત્રાવથી અવસાન થયું. આ તેમના માટે ખૂબ જ મુશ્કેલ સમય હતો, છતાં, સુદેશ અને કામનાના ટેકાથી, તેમણે હિંમત ભેગી કરી અને ખૂબ ઊંચાઈઓ સુધી પહોંચ્યા.

જગદીપ રાજસ્થાન હાઈકોર્ટ બાર એસોસિએશનના સૌથી યુવા પ્રમુખ તરીકે પણ જાણીતા છે. જગદીપ 1989માં ઝુંઝુનુ લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતીને રાજકારણમાં એન્ટ્રી કરી હતી.

તેમણે જનતા દળની ટિકિટ પર ચૂંટણી જીતી હતી અને તેમના કાર્યકાળ દરમિયાન મહત્વપૂર્ણ વિભાગોમાં મુખ્ય હોદ્દાઓ પણ સંભાળ્યા હતા. 1990માં, તેમણે સંસદીય બાબતોના રાજ્યમંત્રી તરીકે પણ સેવા આપી હતી.

જગદીપે રાજ્યના રાજકારણમાં પ્રવેશ કર્યો અને 1993માં અજમેર જિલ્લાના કિશનગઢ મતવિસ્તારમાંથી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી જીતી હતી.

તેઓ પીવી નરસિંહાના કાર્યકાળ દરમિયાન કોંગ્રેસમાં પણ જોડાયા હતા પરંતુ બાદમાં ભાજપમાં જોડાયા હતા.

ધનખડના પરિવારે હંમેશા તેમના રાજકીય અને કાનૂની કારકિર્દીમાં તેમનો સાથ આપ્યો હતો. ભારત અને વિદેશના પ્રવાસોમાં સુદેશ તેમની સાથે રહ્યા હતા.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
