Gujarati News » Photo gallery » Jacqueline Fernandez shares first post after private photos with conman Suresh were leaked
કોનમેન સુકેશ સાથેના પ્રાઇવેટ ફોટોઝ વાયરલ થયા બાદ જેક્લીન ફર્નાન્ડીઝે કરી પહેલી પોસ્ટ
જેકલીન ફર્નાન્ડિઝ છેલ્લા ઘણા સમયથી કોનમેન સુકેશ સાથેના સંબંધને કારણે ચર્ચામાં છે. આ દરમિયાન હવે જેકલીને તેની કેટલીક તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
જેકલીન ફર્નાન્ડીઝ થોડા દિવસોથી કોનમેન સુકેશ ચંદ્રશેખર સાથેના તેના સંપર્કને કારણે ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા જેકલીનના સુકેશ સાથેના અંગત ફોટા વાયરલ થયા હતા.
1 / 5
આ તસવીરો વાયરલ થયા બાદ જેકલીને પોતે સોશિયલ મીડિયા પર બધાને વિનંતી કરી હતી કે કૃપા કરીને તેના ફોટા વાયરલ ન કરે.
2 / 5
આ તમામ બાબતો બાદ હવે જેકલીને પોતાનો પહેલો ફોટો શેર કર્યો છે. જેક્લીને આ ફોટો પ્રશંસકોને ગણતંત્ર દિવસના અવસર પર અભિનંદન પાઠવતા શેર કર્યો છે. ફોટો શેર કરતા જેક્લીને લખ્યું, હેપ્પી રિપબ્લિક ડે ઈન્ડિયા.
3 / 5
જેકલીનની આ પોસ્ટ પર તેના ફેન્સથી લઈને સેલેબ્સ સુધી દરેક તેને સોશિયલ મીડિયા પર પરત ફરવા બદલ અભિનંદન આપી રહ્યા છે.
4 / 5
જેકલીનની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે હવે અટૈક, બચ્ચન પાંડે, સર્કસ અને રામ સેતુ જેવી ફિલ્મોમાં જોવા મળવાની છે.