Met Gala 2025 માં પ્રિંસેસ લૂકમાં છવાઇ ઈશા અંબાણી, વાંચો કોણે ડિઝાઇન કર્યો હતો ડ્રેસ
Met Gala 2025 માં ભારતીય કલાકારોએ પોતાના ફેશન અને લુક્સથી લોકોના દિલ જીતી લીધા હતા. મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીનો લુક ફેમસ થઇ ગયો હતો. ઈશા અંબાણીએ પોતાના ડિઝાઇનર આઉટફિટથી મેટ ગાલામાં ગ્લેમર પાથર્યું હતું .

દુનિયાના સૌથી મોટા ફેશન શો 'Met Gala 2025' ના પહેલા દિવસે શાહરૂખ ખાન, દલજીત દોશાન અને કિયારા અડવાણીએ પોતાના લુક્સથી લોકોનું ધ્યાન ખેંચ્યું, પરંતુ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ તો મહેફિલ લૂંટી લીધી.

ઈશા અંબાણી પાંચમી વખત મેટ ગાલામાં હાજર રહી

અનામિકા ખન્નાએ ડ્રેસ ડિઝાઇન કર્યો હતો.આ વખતે તેણે ડિઝાઇનર અનામિકા ખન્ના દ્વારા ડિઝાઇન કરાયેલ કાળો, સફેદ અને સોનેરી ડ્રેસ પહેર્યો હતો.

ડ્રેસ તૈયાર કરવામાં 20 હજાર કલાક લાગ્યા ,આંતરરાષ્ટ્રીય કારીગરીમાંથી પ્રેરણા લઈને, અનામિકા ખન્નાએ 20 હજાર કલાકની મહેનત પછી ઈશા અંબાણી માટે આ ડ્રેસ તૈયાર કર્યો છે.

આ આઉટફિટમાં ઈશા અંબાણી કોઈ રાજકુમારીથી જેવી લાગતી હતી.સફેટ હેટ તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહી હતી.આ વખતે ઈશાએ સફેદ એમ્બ્રોયડર્ડ કોર્સેટ અને કાળા રંગનું ટેલર પેન્ટ પહેર્યું હતું. વ્હાઇટ ડ્રેસમાં વ્હાઇટ કેપ ખુબ સુંદર લાગતી હતી.

ઈશાએ આ ડ્રેસ સાથે કોઈ કાનની બુટ્ટી પહેરી નથી, પરંતુ ડાયમંડ નેકલેસ અને રીંગ સ્ટાઇલ કરી હતી.
